શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ
આજે સાંજે NCP અને કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રફુલ પટેલ, શરદ પવાર, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે.
આ પછી આજે સાંજે NCP અને કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રફુલ પટેલ, શરદ પવાર, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલે જણાવ્યું કે, “જે રીતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તેની હું આલોચના કરું છું. ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું પણ કોંગ્રેસ ને નહી. કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ છે. રાષ્ટ્રપતિ શાસન લગાવીને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ અને એનસીપી કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ કોઈ મતભેદ નથી પરંતુ શિવસેના અમારી સાથે ચૂંટણી લડ્યું નહોતું તેથી તેમની સાથે વાત કરવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા બાદ અમે શિવસેના સાથે વાત કરીશું.”Ahmed Patel, Congress: Bharatiya Janata Party, Shiv Sena, Nationalist Congress Party got invitation from the Governor to prove majority. But Congress did not get an invitation . We condemn it.
— ANI (@ANI) November 12, 2019
NCPના શરદ પવારે કહ્યું, અમે ફરી ચૂંટણી નથી ઈચ્છતા. સરકાર બનાવવા અંગે કોંગ્રેસ સાથે વાતચીત પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી. મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી મોડાસાના દાવલી પાસે ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને લીધી અડફેટે, શામળાજી દર્શન કરી પરતા ફરતા 4 શ્રદ્ધાળુના મોતCongress leader Ahmed Patel: We will hold discussions with Shiv Sena after we hold discussions with our ally. #Mumbai https://t.co/0A6z2ohYwm
— ANI (@ANI) November 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion