શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
LIVE
Background
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરવામાં આવેલી ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.
21:53 PM (IST) • 12 Nov 2019
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. તેમ છતાં રાજયમાં કોઇપણ પાર્ટીની સરકાર ન બનવી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં જલદી સ્થિર સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે તેમણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ કર્યું નહોતું.
20:33 PM (IST) • 12 Nov 2019
20:29 PM (IST) • 12 Nov 2019
145 ધારાસભ્યોને ભેગા કરવાની કોશિશ છે. જ્યારે પણ રાજ્યપાલ પાસે જઈશું 145નો આંકડો લઈને જઈશું. અમે સરકાર બનાવવા માટે કોશિશ કરીશું. હું ભાજપની સરકાર બનાવવા માટે પ્રયત્નશીલ છું છું. મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવીશું. સરકાર બનાવવા માટે જે કરવું પડશે, તે કરીશુઃ નારાયણ રાણે
20:14 PM (IST) • 12 Nov 2019
રાજ્યના બીજેપી ચીફ ચંદ્રકાંત પાટિલે જ્યારે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની શુભકામના આપી હતીઃ ઉદ્ધવ ઠાકરે
20:12 PM (IST) • 12 Nov 2019
હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું. અત્યાર સુધી માત્ર શિવસેનાએ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ સ્થિતિમાં અમારો દાવો હજુ પણ યથાવત છેઃ ઉદ્ધવ ઠાકરે
Load More
Tags :
Devendra Fadnavis Maharashta President Rule Maharashtra Politics Ncp Shivsena Bjp National Newsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion