આયુષમાન ભારત હેઠળ બ્લેક ફંગસને કવર કરવા આ દિગ્ગજ મહિલા નેતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો વિગત
સોનિયા ગાંધીએ લખેલા પત્રમાં જણાવ્યું, મહામારી જાહેર કરવાનો અર્થ સ્પષ્ટ છે કે જરૂરી દવાઓના પૂરતા ઉત્પાદન અને પુરવઠો સુનિશ્ચિત કરવો જરૂરી છે. ઉપરાંત દર્દીની ફ્રી સારવાર કરવામાં આવે.
નવી દિલ્હીઃ કોરોના (Coronavirus) બાદ હવે સમગ્ર દેશમાં બ્લેગ ફંગસ (Black Fungus) એટલે કે મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ફંગસના દેશમાં કુલ 7250 કેસ સામે આવ્યા છે અને 219 લોકોના મોત થયા છે. આ રોગના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 90 લોકોના આ રોગને કારણે મોત થયા છે. અનેક રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.
આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખીને આયુષમાન ભારત (Ayushman Bharat) તથા અન્ય સ્વાસ્થ્ય વીમા યોજનાઓ હેઠળ બ્લેક ફંગસને કવર કરવાની માંગ કરી છે. ઉપરાંત આ રોગની સારવાર માટે બજારમાં એમફોટેરિસીન (Liposomal Amphotericin-B) ઈંજેક્શન દવાની અછત પર યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
સોનિયા ગાંધીએ લખેલા પત્રમાં જણાવ્યું, મહામારી જાહેર કરવાનો અર્થ સ્પષ્ટ છે કે જરૂરી દવાઓના પૂરતા ઉત્પાદન અને પુરવઠો સુનિશ્ચિત કરવો જરૂરી છે. ઉપરાંત દર્દીની ફ્રી સારવાર કરવામાં આવે. મ્યુકરમાઈકોસિસથી પ્રભાવિત થઈ રહેલા મોટી સંખ્યામાં દર્દીઓને રાહત આપવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે.
દિલ્હી એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડ્રોક્રિનોલોજી એન્ડ મેટાબોલિસમના હેડ ડો. નિખિલ ટંડને કહ્યું, મ્યુકર હવાથી પણ ફેલાઈ શકે છે. જો વ્યક્તિ તંદુરસ્ત હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. મ્યુકરની ફેફસામાં પ્રવેશવાની શક્યતા ખૂબ ઓછી છે. આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય શરીર તેની સામે લડવા સક્ષમ હોય છે.
પહેલા એવું કહેવાતું હતું કે જે કોરોના દર્દીને વધારે સ્ટેરોઈડ આપવામાં આવી હતી તેમને બ્લેક ફંગસનું જોખમ વધારે હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, માત્ર સ્ટેરોઈડ જ બ્લેક ફંગસ માટે જવાબદાર નથી. પરંતુ જો સાફ સફાઈ પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય તો પણ બ્લેક ફંગસ ફેલાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે, દેશમાં જે રીતે ઓક્સિજન દર્દી સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, તે પણ બ્લેક ફંગસનું જોખમ ઉભું કરી શકે છે. દલીલ એવી છે કે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા અને ઓક્સિજનની માગ ઘણી વધી ગઈ હતી ત્યારે ઓક્સિજન સિલિન્ડરની સફાઈ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઘણી વખત તેને ડિસ ઇન્ફેક્ટ પણ કરવામાં આવ્યું ન હતું. એ જ કારણે બ્લેક ફંગસનું જોખમ ઉભું થયું છે.
જાણકારી આપવામાં આવી છે કે, બ્લેક ફંગસ બધી જ ગ્યાએ છે. શું માટી, શું વૃક્ષ અને શું સડેલી બ્રેડ, એર કડન્શીનના ડ્રિપ પેનમાં પણ બ્લેક ફંગસ છે અને કોઈપણ જગ્યાએથી ફેલાઈ શકે છે. એવામાં એક્સપર્ટ ભાર મુકી રહ્યા છે કે સાફ-સફાઈ અને ક્વોલિટી પર ઘણું ધ્યાન આપવાની જરૂરત છે. ઉપરાંત એન્ટી ફંગલ ડ્રગ પણ જરૂરતથી વધારે લેવાથી જોખમી સાબિત થઈ શકે છે અને વધારે માત્રામાં સ્ટેરોઈડ લેવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે.