કોરોના સંકટ પર કૉંગ્રેસના આ ટોચના નેતાએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, તાત્કાલિક સંસદનું સત્ર બોલાવવાની કરી માંગ
દેશમાં કોરોના વાયરસની માહામારી બેકાબૂ થઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં પણ સુવિધા મળી રહી નથી. કોઈ જગ્યાએ બેડ તો ક્યાંક દવા અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની માહામારી બેકાબૂ થઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં પણ સુવિધા મળી રહી નથી. કોઈ જગ્યાએ બેડ તો ક્યાંક દવા અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. તેવામાં કોરોનાના વિકરાળ રૂપ અને લોકોને થઈ રહેલા મોત વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તત્કાલ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ પત્રમાં તેમણે આગળ કહ્યુ કે, કોરોના મહામારીને કારણે ઊભી થયેલી ગંભીર સ્થિતિમાં એક વિશેષ સત્ર બોલાવવુ જોઈએ જેથી દેશભરના સાંસદ પોતાના ક્ષેત્ર અને રાજ્યની સ્થિતિ વિશે જણાવી શકે, જેથી લોકોની મુશ્કેલી ઓછી કરવાનો રસ્તો શોધી શકાય.
ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં 37,572 કેસનો ઘટાડો થયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તત્કાલ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
કુલ મોત - 2 લાખ 46 હજાર 116