શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના મોટા નેતાએ કરી મોદી સરકારની પ્રસંશા, બોલ્યા- આમ કરતાં રહીશું તો બનીશું ગ્લૉબલ લીડર
લોકસભામાં આજે અધીર રંજન ચૌધરીએ સરકારના કામની પ્રસંશા કરી, તેમને કહ્યું કે જો આવા જ યોગ્ય પગલાં ભરવાનુ ચાલુ રાખીશું તો ભારત ગ્લૉબલ લીડર બની શકે છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કેટલાય કારગર પગલાં ભરી રહ્યાં છે. આ પ્રયાસોને જોઇને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ સરકારની પ્રસંશા કરી છો.
લોકસભામાં આજે અધીર રંજન ચૌધરીએ સરકારના કામની પ્રસંશા કરી, તેમને કહ્યું કે જો આવા જ યોગ્ય પગલાં ભરવાનુ ચાલુ રાખીશું તો ભારત ગ્લૉબલ લીડર બની શકે છે.
આ પહેલા રવિવારે અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખીને દેશના જુદાજુદા ભાગોમાં પ્રવાસી મજૂરોની દૂર્દશાનો ઉલ્લેખ કર્યો હતો. તેમને માંગ કરી હતી કે લૉકડાઉ ખતમ થયા બાદ મજૂરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી ટ્રેનોથી મફતમાં મુસાફરી કરવાની અનુમતી આપવામાં આવે.
સાથે સાથે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પીએમના સંબોધન પર સવાલો પણ ઉઠાવ્યા હતા, તેમને કોરોના વાયરસની સારવાર માટેની રેપિડ ટેસ્ટ કિટ અને બેડ પરની માહિતીને લઇને સવાલો ઉઠાવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હાલ કુલ સંક્રમિતોની સંખ્યા 27892 પર પહોંચી ગઇ છે, જેમાંથી 6184 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને 872 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion