શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસનો ભવાડોઃ રેલીમાં કોંગી નેતાએ પ્રિયંકા ગાંધીની જગ્યાએ 'પ્રિયંકા ચોપડા ઝિન્દાબાદ'ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ
જોતજોતમાં આ વીડિયો સોશ્યલ મીડિયા એટલો બધો વાયરલ થઇ ગયો કે ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો
નવી દિલ્હીઃ દેશભરમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા અવારનવાર જીભ લપસી જવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વખતે જાહેર મંચ પરથી આવી ઘટના સામે આવી છે. દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં પાર્ટીના નેતાએ જાહેરમાં પ્રિયંકા ગાંધીની જગ્યાએ 'પ્રિયંકા ચોપડા જિન્દાબાદ'ના નારા લગાવતા લોકો ચોંકી ગયા હતા. આનો એક વીડિયો પર વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, બન્યુ એવુ કે દિલ્હીની સભામાં કોંગ્રેસી નેતા સુરેન્દ્ર કુમાર જાહેર મંચ પરથી લોકોને સંબોધિત કરી રહ્યાં હતા, તે દરમિયાન તેઓ સૌથી પહેલા સોનિયા ગાંધી ઝિન્દાબાદ બોલ્યા, પછી રાહુલ ગાંધી ઝિન્દાબાદ બોલ્યા. ઠીક ત્યારબાદ તેમને પ્રિયંકા ગાંધી વાડ્રાની જગ્યાએ મોટેથી 'પ્રિયંકા ચોપડા ઝિન્દાબાદ'નો નારો લગાવ્યો હતો.
'પ્રિયંકા ચોપડા ઝિન્દાબાદ'નો નારો લગાવતાની સાથે જ મંચ પર સાથે ઉભેલા નેતા અને લોકો એકાએક ચોંકી ગયા હતા. આ દરમિયાન મંચ પર કોંગ્રેસ નેતા સુભાષ ચોપડા પણ હતા, તે પણ ચોંકી ગયા હતા.
જોતજોતમાં આ વીડિયો સોશ્યલ મીડિયા એટલો બધો વાયરલ થઇ ગયો કે ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.#WATCH Delhi: Slogan of "Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!" (instead of Priyanka Gandhi Vadra) mistakenly raised by Congress' Surender Kr at a public rally. Delhi Congress chief Subhash Chopra was also present.(01.12) pic.twitter.com/ddFDuZDTwH
— ANI (@ANI) December 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion