Congress Candidates Ninth List: લોકસભા ચૂંટણીને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકીટ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. શુક્રવાર (29 માર્ચ, 2024)ના રોજ આવેલી આ યાદીમાં બે રાજ્યોમાંથી કુલ પાંચ ઉમેદવારોના નામ છે.
Congress Candidates Ninth List: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. શુક્રવાર (29 માર્ચ, 2024)ના રોજ આવેલી આ યાદીમાં બે રાજ્યોમાંથી કુલ પાંચ ઉમેદવારોના નામ છે, જેમાંથી ત્રણ નામ કર્ણાટકના અને બે નામ રાજસ્થાનના ઉમેદવારોના છે.
આ બેઠકો પર ભાજપમાંથી કોણ આપશે કોંગ્રેસને ટક્કર ?
કોંગ્રેસની નવમી યાદીમાં જાહેર કરાયેલ કર્ણાટકની ત્રણ બેઠકો પર ભાજપે પહેલેથી જ ઉમેદવારો ઉભા રાખ્યા છે. મતલબ કે આ ત્રણેય બેઠકો પર બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોના નામ પણ લોકો સમક્ષ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. ભાજપે બેલ્લારીથી બી શ્રીરામુલુ, ચામરાજનગરથી એસ બલરાજ અને ચિકબલ્લાપુરથી ડો કે સુધાકરને ટિકિટ આપી છે.
જો રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં અસલી મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. રાજસમંદમાં ભાજપે મહિમા વિશ્વેશ્વર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે આ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરીને બંને પક્ષોએ પોતાના પત્તા લોકો સમક્ષ ખોલી દીધા છે. જો કે, ભાજપે હજુ સુધી (સમાચાર લખાય ત્યાં સુધી) ભીલવાડાથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.
કોંગ્રેસના ઉમેદવારોની આઠમી યાદી એક દિવસ પહેલા આવી હતી
આ પહેલા ગુરુવારે (28 માર્ચ, 2024) કોંગ્રેસે ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી, જેમાં યુપીના ગાઝિયાબાદની એક મહિલા ઉમેદવારનું નામ છે. ડોલી શર્મા અગાઉ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઉમેદવાર રહી ચુક્યા છે અને ગાઝિયાબાદના મેયર પદની રેસમાં પણ સામેલ હતા, જ્યારે ભાજપે આ જ સીટ પરથી ધારાસભ્ય અતુલ ગર્ગને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અહીં લોકસભા અને વિધાનસભા બંને સ્તરે સતત મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે.
આ 7 તબક્કામાં યોજાશે મતદાન
- દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
- પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.
- ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
- ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.