શોધખોળ કરો
Advertisement
63 વર્ષીય આ દિગ્ગજ નેતા બન્યા કૉમેડિયન, Amazonના કૉમેડી શૉમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા, જાણો વિગતે
ખાસ વાત છે કે, આ શૉને જય નાયર, ધ્રુવ શેઠ, વિક્રમ સિંહ અને રચિતા આર્યાએ પ્રૉડ્યૂસ કર્યો છે
નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તિરુવનંતપુરમમાંથી સાંસદ શશિ થરુર રાજનેતાની જગ્યાએ હવે કૉમેડી કિંગના રૉલમાં દેખાયા છે. તાજેતરમાં જ શશિ થરુરે અમેઝોન પ્રાઇમ વીડિયોની 'One Mic Stand'ની પહેલી સિઝન માટે જબરદસ્ત કૉમેડી કરી હતી.
થરુર આ શૉમાં લગભગ આઠ મિનીટ સુધીની સ્ટેન્ડઅપ કૉમેડી કરીને દર્શકોને ખુબ હસાવ્યા હતા, થરુરે આ કૉમેડી અંગ્રેજી ભાષામાં કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શશિ થરૂર હંમેશા પોતાની વિચિત્ર પ્રકારની અંગ્રેજી બોલીને ચર્ચામાં રહ્યાં કરે છે. હંમેશા પોતાના ટ્વીટમાં આવા વિચિત્રને ખાસ જગ્યા આપે છે, અને આવા શબ્દોને અર્થ જાણવા લોકો ડિક્શનેરીનો પણ ઉપયોગ કરે છે.
શશિ થરૂરને આ કૉમેડી શૉ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયો છે. જેનુ નામ શશિ થરૂર Ft. કુનાલ કામરા (Shashi Tharoor ft. Kunal Kamra) છે. ખાસ વાત છે કે, આ શૉને જય નાયર, ધ્રુવ શેઠ, વિક્રમ સિંહ અને રચિતા આર્યાએ પ્રૉડ્યૂસ કર્યો છે.Sneak preview of a minute of my stand-up comedy act (it does get better later!) #OneMicStand pic.twitter.com/tgXVZEYOir
— Shashi Tharoor (@ShashiTharoor) November 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement