શોધખોળ કરો
કોંગ્રેસના સ્થાપના દિવસ પર પાર્ટીને મળી શકે છે નવું હેડ ક્વાર્ટર, નામ જાણીને ચોંકી જશો
સૂત્રોના જણાવ્યા મુજબ, નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. હાલ એઆઈસીસીનું હેડ ક્વાર્ટર 24 અકબર રોડ પર સ્થિત છે. આ જગ્યા પર છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ ઓફિસ ચાલી રહી છે. નવું મુખ્યાલય છ માળનું હશે.

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે કોંગ્રેસ પાર્ટીને પણ નવું હેડ ક્વાર્ટર મળી શકે છે. 28 ડિસેમ્બરે કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ અવસર પર નવા હેડ ક્વાર્ટરનું ઉદ્ઘટન થઈ શકે છે. પાર્ટીનું નવું હેડ ક્વાર્ટર ઉત્તર દિલ્હીના 9 કોટલા રોડ પર હોઈ શકે છે. જેનું નામ ઈંદિરા ગાંધી ભવન હશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. હાલ એઆઈસીસીનું હેડ ક્વાર્ટર 24 અકબર રોડ પર સ્થિત છે. આ જગ્યા પર છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ ઓફિસ ચાલી રહી છે. નવું મુખ્યાલય છ માળનું હશે. કોંગ્રેસ પાર્ટીના નવા કાર્યાલયમાં ભાજપ કાર્યાલયની જેમ બે ગેટ હશે, આ બંને ગેટ પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ખુલશે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે તે કોટલા રોડ બાજુના ગેટથી પ્રવેશ કરશે અને તે જ પાર્ટીનું નવું સત્તાવાર સરનામું પણ હશે. રાજધાની દિલ્હીમાં જમીન અને ભવન સંબંધિત તમામ અધિકારી કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની પાસે છે. મંત્રાલય તરફથી કોંગ્રેસ પાર્ટીને તેનું હેડ ક્વાર્ટર ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી ચુકી છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યો દીપક પૂનિયા, ઈતિહાસ રચવાથી માત્ર એક કદમ દૂર મેડિસન સ્કવેરથી પણ ભવ્ય હશે ‘હાઉડી મોદી’, ભારતીયોમાં ભારે ઉત્સાહ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને કેટલી બેઠકો મળશે ?Congress Party likely to get new headquarters in Delhi on its Foundation Day in December
Read @ANI story | https://t.co/3Bqby9D5fc pic.twitter.com/1Csc4JHWqO — ANI Digital (@ani_digital) September 21, 2019
વધુ વાંચો




















