શોધખોળ કરો
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લગ્નના સવાલ પર કહ્યું, ‘મે પાર્ટી સાથે કરી લીધા છે લગ્ન’

હૈદરાબાદ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના પ્રશંસકો અવારનવાર લગ્નને લઈને સવાલ ઉઠાવતા રહે છે. તેની વચ્ચે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે તેમણે કૉંગ્રેસ પાર્ટી સાથે લગ્ન કરી લીધા છે. રાહુલ ગાંધી હૈદરાબાદની બે દિવસની મુલાકાતે છે. ત્યારે કાર્યક્રમમાં લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પાર્ટી સાથે કર્યા છે. ઉલ્લખેનીય છે કે, રાહુલ ગાંધીના લગ્નને લઈને આ વર્ષે મે મહિનામાં પણ અફવા ઉડી હતી કે તેમના લગ્ન ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા અખિલેશ સિંહની પુત્રી અદિતિ સિંહ સાથે થવાના છે. ત્યારે અદિતિ સિંહે જાહેરમાં આવીને સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો કે 2019માં નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન નહીં બને. તેમણે પૂર્વાનુમાન લગાવ્યું કે ભાજપ આગામી ચૂંટણીમાં 230 બેઠક પણ નહીં લાવી શકે.એવામાં મોદી બીજી વખત વડાપ્રધાન બનશે તેવો સવાલ જ નથી. કોંગ્રેસ અને અન્ય બિન ભાજપ પક્ષોના ગઠબંધન બાદ બહુમત મળે તો તેવી સ્થિતિમાં વડાપ્રધાન કોણ બનશે તે સવાલ રાહુલે ટાળી દીધો હતો એને તેઓએ આ અંગે કામ કરીશું તેમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનું યુનિટ સમાન વિચારધારવાળા પક્ષો સાથે ગઠબંધન માટે આઝાદ છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેલંગાનામાં કોંગ્રેસ સત્તામાં આવશે.
વધુ વાંચો




















