શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યા 12 ઉમેદવારોના નામ, જાણો વિગત
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કૉંગ્રેસે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે.
નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કૉંગ્રેસે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 ઉમેદવાકોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશથી દિગ્વિજય સિંહ અને ફૂલ સિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. છત્તીસગઢથી કે.ટી.એસ તુલસી, ફુલો દેવી નેતામને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.
કૉંગ્રેસે રાજસ્થાનની બે રાજ્યસભા બેઠક માટે કે.સી.વેણુગોપાલ અને નીરજ ડાંગીને નામ જાહેર કર્ છે. કે.સી. વેણુગોપાલને રાહુલ ગાંધીની નજીકના માનવામાં આવે છે. જ્યારે ઝારખંડથી શહજાદ અનવરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ઉમેદવાર બનાવ્યા છે. મેઘાલયથી કેનેડી કાર્નેલીઅસ ખૈયામને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યા બળના હિસાબે તેમાંથી બે બેઠકો પર કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે. હરિયાણાની એક બેઠક માટે દીપેંદ્રસિંહ હુડ્ડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યસભા સાંસદ માટે રાજસ્થાનની 3 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાશે. તેના માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. જ્યારે 18 માર્ચ સુધીમાં નામ પાછુ લઇ શકાશે. 26 માર્ચે સવારે 9 વાગ્યાથી લઇને સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion