શોધખોળ કરો
Advertisement
પ્રજાસત્તાક દિવસ પર કૉંગ્રેસે PM મોદીને મોકલાવી બંધારણની બુક
કૉંગ્રેસે દેશના 71માં પ્રજાસતાક દિવસ પર રવિવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બંધારણની બુક મોકલાવી છે.
નવી દિલ્હી: કૉંગ્રેસે દેશના 71માં પ્રજાસતાક દિવસ પર રવિવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બંધારણની બુક મોકલાવી છે. કૉંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું જો તેમને દેશના ભાગલા પાડવામાંથી સમય મળી જાય તો બંધારણ વાંચે. કૉંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તા અનુસાર અમેજોનના માધ્યમથી પ્રધાનમંત્રીને બંધારણની બુક મોકલાવવામાં આવી છે.
કૉંગ્રેસ પ્રધાનમંત્રીને બંધારણની બુક મોકલવાની રશીદ શેર કરતા ટ્વિટ કર્યું, 'પ્રિય પ્રધાનમંત્રી, તમારા સુધી બંધારણની બુક જલ્દી પહોંચી રહી છે. તેમને દેશના ભાગલા પાડવામાંથી સમય મળી જાય તો કૃપા કરી વાંચજો.'
વિરોધ પક્ષે સંશોધિત નાગરિકતા કાયદાને લઈને ભાજપ પર નિશાન સાધતા કહ્યું, ભાજપ એ નથી સમજી શક્યું કે તમામ નાગરિકોને સંવિધાનના અનુચ્છેદ 14 મુજબ કાયદાને લઈને સમાનતા મેળવેલ છે. સીએએમાં આ અનુચ્છેદનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને ઘણા અન્ય નેતાઓએ દેશવાસિઓને પ્રજાસતાક દિવસ પર શુભકામનાઓ પાઠવી હતી.Dear PM, The Constitution is reaching you soon. When you get time off from dividing the country, please do read it. Regards, Congress. pic.twitter.com/zSh957wHSj
— Congress (@INCIndia) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement