શોધખોળ કરો
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝા કોરોના વાયરસ પોઝિટિવ છે. તેમણે એક ટ્વિટના માધ્યમથી પોતે વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી છે.

નવી દિલ્હી: કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝા કોરોના વાયરસ પોઝિટિવ છે. તેમણે એક ટ્વિટના માધ્યમથી પોતે વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી છે. સંજય ઝાએ જણાવ્યું કે તેમનામાં કોરોનાના લક્ષણો ખુલીને સામે નથી આવ્યા, એટલે તેઓ આગામી 10-12 દિવસ સુધી પોતાને ગર પર જ ક્વોરન્ટાઈનમાં રાખશે. સંજય ઝાએ ટ્વીટમાં લોકોને સલાહ આપી છે કે કોરોના વાયરસને ફેલાવાને હલકામાં ન લે. તમામ તેની ચપેટમાં આવી શકે છે. સંજય ઝા ઘણી વખત ટીવી પર મજબૂતીની કૉંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખતા જોવા મળે છે. તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે.દેશમાં કોરોના વાયરસના 1,18,447 કેસ છે, જેમાં 66,330 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3583 પર પહોંચી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















