શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 પહેલા કૉંગ્રેસે શું કરી મોટી જાહેરાત, જાણો
આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળની સાથે તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી થશે.
નવી દિલ્હી: કૉંગ્રેસે ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે તે આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લેફ્ટ પાર્ટીઓ સાથે મળીને લડશે. પશ્ચિમ બંગાળના કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ ટ્વિટ કરી આ વાતની જાહેરાત કરી છે.
અધીર રંજન ચૌધરીએ ટ્વિટ કરતા કહ્યું, -'આજે કૉંગ્રેસ હાઈકમાન્ડે ઔપચારિક રીતે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ વામદળો સાથે મળી લડવાની મંજૂરી આપી દિધી છે.'
આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળની સાથે તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી થશે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ની કેંદ્રીય સમિતિએ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળ સમિતિને આ નિર્ણયને મંજૂરી આપી દિધી હતી અને આગામી ચૂંટણીને લઈ કૉંગ્રેસ સહિત તમામ ધર્મનિરપેક્ષ પક્ષો સાથે મળીને ચૂંટણી લડી શકે છે.
સીપીએમના પોલિત બ્યૂરોએ આ પગલાને પહેલા જ મંજૂરી આપી દિધી હતી પરંતુ તેના પર અંતિમ નિર્ણય કેંદ્રીય સમિતિએ લેવાનો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં સીપીએમની કંદ્રીય સમિતિએ કૉંગ્રેસ સાથે મળી વિધાનસભા ચૂંટણી લડવાના પશ્ચિમ બંગાળ ઈકાઈના નિર્ણયને ફગાવી દીધો હતો. એ ચૂંટણીમાં કૉંગ્રેસ 44 બેઠકો જીતી હતી જ્યારે વામ માર્ચોના હાથમાં માત્ર 32 બેઠકો આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement