મોડલે કહેલું એવા વાળ ના કાપતાં ફાઈવ સ્ટાર હોટલના સલૂનને ફટકારાયો કેટલા કરોડનો દંડ એ જાણીને ચોંકી જશો...........
મહિલાએ કહ્યું કે સલૂનના રસાયણોને કારણે તેના વાળને નુકસાન થયું છે અને તે પછી તેણે ત્રણ કરોડના વળતરની વિનંતી કરતા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો સંપર્ક કર્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના એક સલૂનને મહિલાના વાળ ખોટી રીતે કાપવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) એ એક સલૂનને મહિલાને બે કરોડ વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કમિશનના જણાવ્યા અનુસાર સલૂને માત્ર ખોટી રીતે મહિલાના વાળ કાપ્યા નથી પરંતુ ખોટી હેર ટ્રીટમેન્ટ આપીને વાળને કાયમી નુકસાન પહોંચાડ્યું છે. આને કારણે બે કરોડ રૂપિયાનું વળતર આપવામાં આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ જસ્ટિસ આર.કે.અગ્રવાલ અને ડો.એસ.એમ.કાંતિકરે આપ્યો છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન પંચે ઘટના સમયે મહિલાની આવકને પણ ધ્યાનમાં રાખી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આ ઘટના એપ્રિલ 2018ની છે, જ્યારે એક મહિલા તેના વાળની સારવાર માટે દિલ્હીની ITC મૌર્ય હોટલના સલૂનમાં ગઈ હતી, પરંતુ તેના કહેવા પ્રમાણે વાળ કાપવાને બદલે હેર સલૂને ખોટી રીતે વાળ કાપ્યા હતા જેના કારણે તેને તેને કામ મળ્યું નહીં અને આર્થિક નુકસાન પણ થયું હતું. તમને જણાવી દઈએ કે મહિલા હેર પ્રોડક્ટ્સની મોડેલ હતી અને તેણે ઘણી મોટી હેર કેર બ્રાન્ડ્સ (VLCC અને Pantene) માટે મોડેલિંગ કર્યું હતું. સલૂનમાં ખોટી હેર ટ્રીટમેન્ટના કારણે મોડેલિંગની દુનિયામાં મોટું નામ બનાવવાનું મહિલાનું સપનું વિખેરાઈ ગયું.
આ બાબતે મહિલાએ કહ્યું કે મેં સલૂનને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગળથી વાળ લાંબા 'ફ્લિક્સ' રાખો અને પાછળથી વાળ ચાર ઇંચ કાપી લો, પરંતુ ખોટી રીતે વાળ કાપતી હેરડ્રેસર માત્ર ચાર ઇંચ જ છોડ્યા હતા. જ્યારે તેણીએ તેના વિશે સલૂનના મેનેજર પાસે ફરિયાદ કરી, ત્યારે તેણે ફ્રી હેર ટ્રીટમેન્ટની ઓફર કરી. આ સિવાય મહિલાએ કહ્યું કે સલૂનના રસાયણોને કારણે તેના વાળને નુકસાન થયું છે અને તે પછી તેણે ત્રણ કરોડના વળતરની વિનંતી કરતા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો સંપર્ક કર્યો હતો.
બે મહિનામાં બે કરોડનું વળતર આપવું પડશે
જો કે, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે ફરિયાદીની વાત તો માની નથી પરંતુ ખોટા વાળ કાપવા અને ખોટી સારવાર આપનાર સલૂનને મહિલાને બે કરોડ રૂપિયા ચૂકવવા નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, કમિશને વળતરની રકમ બે મહિનાની અંદર ચૂકવવા કહ્યું છે.