શોધખોળ કરો
કોરોના વાયરસના કારણે રેલવેનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ
રેલવેએ જણાવ્યું કે, તમામ લાંબા રૂટની ટ્રેન, એક્સપ્રેસ, અને ઇન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચની રાત 12 વાગ્યા સુધી બંધ રહેશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારતીય રેલવે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવેએ 31 માર્ચ સુધી તમામ પેસન્જર ટ્રેનોના સંચાલનને રદ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ જણાવ્યું કે, તમામ લાંબા રૂટની ટ્રેન, એક્સપ્રેસ, અને ઇન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચની રાત 12 વાગ્યા સુધી બંધ રહેશે. રેલવે તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રદ ટ્રેનોની યાદીમાં કોલકત્તા મેટ્રો, કોંકણ રેલવે, ઉપનગરીય ટ્રેન નહી ચાલે. જોકે, આજે રાત્રે 12 વાગ્યા સુધી કોલકત્તા મેટ્રો અને ઉપનગરીય ટ્રેનની સેવાઓ ચાલુ રહેશે. રેલવે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ કહ્યુ કે, દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માલગાડીઓ દોડતી રહેશે. રેલવે મુસાફરોને રાહત આપતા રેલવેએ ટિકિટ કેન્સલ કરવા પર કોઇ ચાર્જ કાપશે નહી. રેલવેએ કહ્યુ કે મુસાફરોને ટિકિટના પુરા પૈસા પાછા મળશે. આ ટિકિટો કેન્સલ કરવાના બદલામાં 21 જૂન સુધી પૈસા લઇ શકાશે. મુસાફરોને પૈસા સરળતાથી પાછા મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ વાંચો





















