શોધખોળ કરો
Covid 19: ભારતમાં 30 લાખથી વધુ કેસ, 8 રાજ્યોમાં મોતનો આંકડો 85 ટકાથી વધારે
ભારતમાં કોરોના સંક્રમણના કેસ 30 લાખને પાર પહોંચ્યા છે. 56 હજારથી વધુ લોકોના આ સંક્રમણના કારણે મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસ 30 લાખને પાર પહોંચ્યા છે. 56 હજારથી વધુ લોકોના આ સંક્રમણના કારણે મોત થયા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં આઠ રાજ્યો એવા છે જ્યાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે સૌથી વધુ મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણના કારણે થયેલા કુલ મોતમાં 85 ટકાથી વધારે મોત આ રાજ્યોમાં જ થયા છે. જે રાજ્યોમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ મોત થયા છે તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. આ આઠ રાજ્યોમામં કુલ 48,275 લોકોના સંક્રમણથી મોત થા છે. જે ભારતમાં કુલ મોતના 85.13 ટકા છે. ભારતમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. - મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21,698 લોકોના સંક્રમણથી મોત થયા છે, જ્યારે મોતની ટકાવારી 38.26 ટકા છે. - તમિલનાડુમાં કોરોનાથી 6,340 લોકોના મોત થયા છે અને આ કુલ મોતના 11.18 ટકા છે. - કર્ણાટકમાં 4522 લોકોના કોરોના વાયરસથી મૃત્યુ થયા છે અને આ ભારતમાં થયેલા કુલ મોતના 7.97 ટકા છે. - દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,270 લોકોના મોત થયા છે અને આ ભારતમાં થયેલા કુલ મોતના 7.53 ટકા છે. - આંધ્ર પ્રદેશમાં 3,092 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને આ કુલ મોતના 5.45 ટકા છે. - ગુજરાતમાં કુલ 2867 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને આ કુલ મોતના 5.05 ટકા છે. - ઉત્તરપ્રદેશમાં કુલ 2,797 લોકોના કોરોના વાયરસના સંક્રમણથી મોત થયા છે. - જ્યારે પશ્ચિમ બંગાળમાં સંક્રમણના કારણે 2,689 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 30,44,940 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમાં 56,706 દર્દીઓના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસનો મૃત્યુ દર 1.86 ટકા છે. જ્યારે મૃત્યુ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 22,80,566 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં સંક્રમણથી સ્વસ્થ થવાનો રિકવરી રેટ 74.89 ટકા થઈ ગયો છે. જ્યારે દેશમાં હવે 7,07,668 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















