Covid 19 Updates: દિલ્હી અને મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, જાણો
કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દિલ્હી અને મુંબઈમાં કેસ ઘટવા લાગ્યા છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19ના 10756 નવા કેસની પુષ્ટિ થઈ છે અને રોગચાળાને કારણે વધુ 38 દર્દીઓના મોત થયા છે.
Corona Cases In Delhi: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દિલ્હી અને મુંબઈમાં કેસ ઘટવા લાગ્યા છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19ના 10756 નવા કેસની પુષ્ટિ થઈ છે અને રોગચાળાને કારણે વધુ 38 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, સંક્રમણ દર 18.04 ટકા રહ્યો હતો. આરોગ્ય વિભાગે જણાવ્યું કે 24 કલાકમાં 17494 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે.
જ્યારે, મુંબઈમાં કોવિડ 19 ના 5008 કેસ નોંધાયા હતા અને 12 દર્દીઓના મોત થયા હતા. 12913 લોકો સ્વસ્થ થયા છે અને હાલમાં 14178 સક્રિય દર્દીઓ છે. શહેરમાં 50032 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. ગુરુવારે મુંબઈમાં કોરોના વાયરસના 5708 નવા કેસ નોંધાયા છે. બુધવારે મહાનગરમાં કોવિડ-19ના 6032 કેસની પુષ્ટિ થઈ હતી.
આ પહેલા મંગળવારે 6149 અને સોમવારે 5956 કેસ નોંધાયા હતા. કોરોનાની વર્તમાન લહેરમાં, 7 જાન્યુઆરીએ સૌથી વધુ કેસ 20971 હતા. બીજા વેવમાં, ગયા વર્ષે 3 એપ્રિલે, સૌથી વધુ 11 હજાર 573 કેસની પુષ્ટિ થઈ હતી.
ગુરુવારે દિલ્હીમાં 13 હજાર 785 કેસની પુષ્ટિ થઈ હતી. 13 જાન્યુઆરીએ શહેરમાં 28867 કેસ નોંધાયા હતા, જે રોગચાળાની શરૂઆત પછી એક દિવસમાં ચેપના સૌથી વધુ કેસ હતા. આ દિવસે 98832 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 16 મોત થયા. આજે 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8627, વડોદરા કોર્પોરેશનમાં 2432, સુરત કોર્પોરેશનમાં 2124, રાજકોટ કોર્પોરેશનમાં 1502, ગાંધીનગર કોર્પોરેશન 612, સુરતમાં 452, ભરુચ 412, વડોદરા 409, ભાવનગર કોર્પોરેશનમાં 404, વલસાડમાં 380,આણંદ 343, જામનગર કોર્પોરેશનમાં 330, મહેસાણા 314, નવસારી 285, રાજકોટ 252, મોરબી 251, પાટણ 216, કચ્છ 206, ગાંધીનગરમાં 203, બનાસકાંઠા 179, અમદાવાદમાં 177, અમરેલી 135, સાબરકાંઠા 112, જામનગરમાં 110,ખેડા 108, સુરેન્દ્રનગર 103, તાપી 76, દાહોદ 69, પોરબંદર 61, જૂનાગઢ કોર્પોરેશન 56, દેવભૂમિ દ્વારકા 55, પંચમહાલ 55, ગીર સોમનાથમાં 37, ભાવનગર 36, નર્મદા 36, અરવલ્લી 18, મહીસાગર 16, જૂનાગઢ 13, બોટાદ 7, છોટા ઉદેપુર 7 અને ડાંગમાં 5 નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 116843 કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે, જ્યારે 116671 નાગરિકો સ્ટેબલ છે. 8,95,730 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,215 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.