Coronavirus Cases: દેશમાં કોરોના સંકટ યથાવત, સતત બીજા દિવસે 41 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો
ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ આવ્યા છે અને 507 સંક્રમિતાએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા બુધવારે 42,015 નવા મામાલા આવ્યા હતા.
Coronavirus Cases Today: ભારતમાં કોરોના મહામારીનું સંકટ યથાવત છે. ફરી એક વખત 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ આવ્યા છે અને 507 સંક્રમિતાએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા બુધવારે 42,015 નવા મામાલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 38,652 લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. એક્ટિવ કેસમાં 2,224નો વધારો થયો છે.
41 કરોડથી વધારે વેક્સિન ડોઝ
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 21 જુલાઈ સુધી દેશભપમાં 41 કરોડ 78 લાખ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 22 લાખ 77 હજાર ડોઝ અપાયા હતચા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 9 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17.18 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 12 લાખ 57 હજાર 720
- કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 4 લાખ 29 હજાર 339
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 9 હજાર 394
- કુલ મોતઃ 4,18,987
એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.
India reports 41,383 new #COVID19 cases, 38,652 recoveries, and 507 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
— ANI (@ANI) July 22, 2021
Total cases: 3,12,57,720
Total recoveries: 3,04,29,339
Active cases: 4,09,394
Death toll: 4,18,987
Total vaccination: 41,78,51,151 pic.twitter.com/876XngVSIP
કેરળમાં વીકેંડ લોકડાઉન
કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ લોકડાઉન માત્ર શનિવાર 24 જુલાઈ અને રવિવાર 25 જુલાઈ પૂરતું જ રહેશે. કેરળ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ 24 અને 25 જુલાઈના રોજ 12 અને 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા નિર્દેશો સાથે પૂર્ણ લોકડાઉન રહેશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કહ્યું કે, રાજ્યમાં લગાવવામાં આવેલા કોવિડ-19 પ્રતિબંધો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં 1,26,894 એક્ટિવ કેસ છે. જ્યારે 30,45,310 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 15,512 કોરોના દર્દીના મોત થયા છે.