શોધખોળ કરો
Advertisement
COVID-19: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 863 થઈ, 73 લોકો સાજા થયા
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 863 થઈ ગઈ છે. કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ કેરળમાં છે. અહીં 176 દર્દીઓ નોંધાયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના ખતરો થમી નથી રહ્યો. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 863 થઈ ગઈ છે. જેમાંથી 17 લોકોના મોત થયા છે અને સારા સમાચાર એ પણ છે કે 73 લોકો રિકવર થઈ ચૂક્યા છે. હાલમાં 771 એક્ટિવ દર્દીઓ છે. જેની સારવાર દેશની અલગ અલગ હોસ્પિટલોમાં ચાલી રહી છે.
કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ કેરળમાં છે. અહીં 176 દર્દીઓ નોંધાયા છે. કેરળમાં એક દિવસમાં 39 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 157, કર્ણાટકમાં 64, તેલંગાણામાં 59, ગુજરાતમાં 47, રાજસ્થાનમાં 45, દિલ્હીમાં 39, પંજાબમાં 33, હરિયાણામાં 33, તમિલનાડુમાં 35, મધ્યપ્રદેશમાં 26, જમ્મુ કાશ્મીરમાં 18, લદ્દાખમાં 13, આંધ્રપ્રદેશમાં 12, પશ્ચિમ બંગાળમાં 10, બિહારમાં 9, ચંડીગઢમાં 7, છત્તીસગઢમાં 6 અને ઉત્તરાખંડમાં 5 કોરોના વાયરસથી સંક્રમિત દર્દી છે.
આરોગ્ય મંત્રાલયના અનુસાર કોરોનાથી દેશમાં જે લોકોના મોત થયા તેમાના મોટા ભાગના વૃદ્ધ હતા અને તેમને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટની પ્રોબ્લેમની બીમારી હતી. કોરોના પર લગામ કસવા માટે સારવારમાં લૉજિસ્ટિક સપોર્ટની કમી ન રહે તે માટે ટાસ્કફોર્સની રચના કરાઈ છે . PSUને 10 હજાર વેંટિલેટર તૈયાર કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને પણ એક-બે મહિનામાં 30 હજાર વેંટિલેટર ખરીદવા અનુરોધ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement