કોરોના રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો કેમ વધારવામાં આવ્યો ? જાણો મોદી સરકારે શું કહ્યું
એપ્રિલ 2021ના અંતિમ સપ્તાહમાં યુનાઈડેટ કિંગડમના સ્વાસ્થ્ય વિભાગના કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ખબર પડે છે કે 12 સપ્તાહના ગાળામાં વેક્સીનના પ્રભાવિતા 65 ટકાથી 88 ટકા વચ્ચે છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા સરકાર રસીકરણ પર ભાર મુકી રહી છે. છેલ્લા થોડા દિવસોથી દેશમાં રસીકરણ વેગીલું બનાવાયું છે. ભારત સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડ 19 લાખથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયુ છે. આ દરમિયાન ભારત સરકારે કોરોના રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
કોરોના વેક્સીનેશન પર બનેલી ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપના ડો.એનકે અરોરાએ કહ્યું કે, કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 4-6 સપ્તાહ વધારીને 12-16 સપ્તાહ કરવાનો નિર્ણય એડિનોવેક્ટર રસીના વ્યવહાર સાથે સંબંધ છે. એપ્રિલ 2021ના અંતિમ સપ્તાહમાં યુનાઈડેટ કિંગડમના સ્વાસ્થ્ય વિભાગના કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ખબર પડે છે કે 12 સપ્તાહના ગાળામાં વેક્સીનના પ્રભાવિતા 65 ટકાથી 88 ટકા વચ્ચે છે.
ભારત સરકાર મુજબ રસીના બે ડોઝ વચ્ચેનો ગાળો વધારીને બ્રિટને આલ્ફા વેરિયન્ટ પર કાબુ મેળવી લીધો હતો. તેથી ભારતના વૈજ્ઞાનિકો અને સરકારે વિચાર્યું કે આ સારો આઈડિયા છે. જે બાદ 13 મેના રોજ આદેશ જાહેર કર્યો અને સમયગાળો 12થી 16 સપ્તાહ કરવાનો નિર્ણય લીધો. જે લોકોને સુગમતા આપે છે, કારણકે દરેક ઠીક થયેલો વ્યક્તિ 12 સપ્તાહ થતાં બીજો ડોઝ લેવા ન આવી શકે.
“In the last week of April, 2021 the data released by Public Health England, United Kingdom’s executive agency of the Department of Health, showed that vaccine efficacy varied between 65% - 88% when interval is 12 weeks: Govt of India
— ANI (@ANI) June 16, 2021
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 96 લાખ 33 હજાર 105
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 83 લાખ 88 હજાર 100
- એક્ટિવ કેસઃ 8 લાખ 65 હજાર 432
- કુલ મૃત્યુઆંકઃ 3,79,573
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.