Corona Vaccine: અમારી કોવિડ-19 વેક્સિન 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવી, જાણો કઈ કંપનીએ કર્યો દાવો
Corona Vaccine Update: દેશમાં આજથી 45થી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પણ શરૂઆત થઈ છે. તેવામાં બાળકોના વેક્સિનેશનને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા પૂરજોશમાં (Covid Vaccine) રસીકરણ ચાલી રહ્યું છે છતાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દેશમાં આજથી 45થી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પણ શરૂઆત થઈ છે. તેવામાં બાળકોના વેક્સિનેશનને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.
સીએનબીસીના રિપોર્ટ પ્રમાણે બાયોએનટેક-ફાઇઝર (BioNTech, Pfizer) કંપનીએ એવો દાવો કર્યો છે કે તેમની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવી છે. આગામી સ્કૂલ સેશન પહેલાં બાળકો માટે રસીકરણની (Coronavirus Vaccine) મંજૂરી મળે તેવી આશા છે. કંપની દ્વારા બુધવારે આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘ફેઝ-3નો ટ્રાયલ અમેરિકામાં 2,260 બાળકો પર કરવામાં આવ્યો હતો અને તે 100 ટકા પ્રભાવિત સાબિત થયો અને તેનાથી મજબૂત એન્ટીબોડી (Antibody) રિસ્પોન્સ પણ જોવા મળ્યો.’
અમેરિકી ન્યુઝ એજન્સીના જણાવ્યાં અનુસાર, બે ભાગોમાં તેનું ટ્રાયલ થઇ રહ્યું છે. જે-તે સમયે તેને જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં બાળકો પર અલગ-અલગ ડોઝનો ઉપયોગ કરવામાં આવશે. 6 મહીનાથી 1 વર્ષના બાળકોને 28 દિવસના અંતરાલ પર 25, 50 અને 100 માઇક્રોગ્રામ લેવલનો ડોઝ આપવામાં આવશે. જ્યારે 2થી 11 વર્ષના બાળકોને 50 અને 100 માઇક્રોગ્રામ લેવલના બે ડોઝ આપવામાં આવશે કે જે 28-28 દિવસના અંતરાલ પર, બાળકોને વેક્સિનના બે ડોઝ આપ્યા બાદ 12 મહીના સુધી તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (Corona Vaccine) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને Coronaની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના ટોપ ગિયરમાં, છેલ્લા 5 દિવસમાં જ નોંધાયા અધધ કેસ