શોધખોળ કરો
કોરોના વેક્સિન ઓપન માર્કેટમાં નહીં વેચી શકાય, આરોગ્ય સચિવ ભૂષણે કરી સ્પષ્ટતા
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, કોરોના વેક્સિનને ઓપન માર્કેટમાં નહીં વેચી શકાય. તેમણે કહ્યું કે, "અમે કોરોના વેક્સિન ખુલ્લા બજારમાં વેચવાની મંજૂરી નથી આપી."

કોરોના વેકિસનના વેચાણ મુદ્દે સ્પષ્ટતા કરતા રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, "સરકારની હાલ એ પ્રાથમિકતા છે કે,જેમને સૌથી વધુ જરૂર છે તેમને રસી આપવામાં આવે. સરકાર આગામી સાતથી આઠ મહિના સુધી ફક્ત તે જ લોકોને વેક્સિન પહોંચાડશે. જેમને સૌથી વધું જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, "સરકારે ભારત કે અન્ય કોઈ દેશે પણ વેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની મંજૂરી નથી આપી" રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ, વેક્સિન ઓપન માર્કેટમાં વેચવાની ત્યારે જ મંજૂરી અપાશે જ્યારે ફેસ-થ્રી ટ્રાયલનાં પરિણામો સારા આવશે.whoના પ્રમુક વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથે પણ જણાવ્યું કે, "ફેસ-થ્રી ટ્રાયલનાં પરિણામોને આધારે, નિર્ણય લેવાશે કે ઓપન માર્કેટમાં વેક્સિન વેચાવી જોઇએ કે નહીં." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખોને રસીની પ્રથમ ડોઝ આપવામાં આવી છે અને હજું પણ લોકોને રસી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી હતી કે તેઓ બીજા તબક્કામાં વેકિસન લેશે,
વધુ વાંચો





















