શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: DGCI એ મંજૂરી આપેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોરોના રસી કેટલા ટકા છે અસરદાર ?
પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયા મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેએ 18 કે તેથી વધુ ઉંમરના 23,745 લોકો પર કરેલા રિસર્ચનો સુરક્ષિત અને અસરદાર ડેટા રજૂ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની રસીને લઈ ડીજીસીઆઈએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બે રસીને મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી હતી. DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયા મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેએ 18 કે તેથી વધુ ઉંમરના 23,745 લોકો પર કરેલા રિસર્ચનો સુરક્ષિત અને અસરદાર ડેટા રજૂ કર્યો છે. આ વેક્સિન 70.42 ટકા અસરદાર છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટને દેશમાં 1600 વોલંટિયર્સ પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. ફર્મે આ ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો હતો. વિસ્તૃત વિચાર-વિમર્શ બાદ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપવા ભલામણ કરી હતી. ફર્મ દ્વારા દેશમાં ટ્રાયલ ચાલુ રહેશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,177 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,23,965 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસ 2,47,220 છે. દેશમાં કુલ 99,27,310 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોના 1,49,435 લોકોને ભરખી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement