Covid વેક્સિનનો બૂસ્ટર ડોઝ કેટલા સમય સુધી આપે છે સુરક્ષા ? રિસર્ચમાં શું થયો ખુલાસો
. યુએસ સેન્ટર્સ ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના નવા અભ્યાસમાં શુક્રવારે જણાવાયું છે કે ચોથા મહિના પછી ફાઈઝર અને મોડર્ના એમઆરએનએ રસીના ત્રીજા ડોઝની અસરકારકતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
Corona Vaccine: વિશ્વના ઘણા દેશો હાલમાં કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. દરમિયાન, કોરોના સામે રક્ષણ આપવા માટે ઘણી રસીઓ વિકસાવવામાં આવી છે. તેમની અસરકારકતા અંગે પણ સતત સંશોધન કાર્ય ચાલુ છે. યુએસ સેન્ટર્સ ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના નવા અભ્યાસમાં શુક્રવારે જણાવાયું છે કે ચોથા મહિના પછી ફાઈઝર અને મોડર્ના એમઆરએનએ રસીના ત્રીજા ડોઝની અસરકારકતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
કેટલા દર્દી પર કરાયું રિસર્ચ
નવો અભ્યાસ ઈમરજન્સી વિભાગમાં આવતા 241204 લોકો અને હોસ્પિટલમાં દાખલ 93408 લોકો પર આધારિત છ. આ અભ્યાસ 26 ઓગસ્ટ 2021 થી 22 જાન્યુઆરી 2022 સુધીનો છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની હાલત ગંભીર હોય તેમના પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.
કઈ બાબતો રાખવામાં આવી ધ્યાનમાં
રસી ન અપાયેલ અને રસી વગરના દર્દીઓ વચ્ચે અભ્યાસ કરીને રસીની અસરકારકતાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અભ્યાસમાં ભૌગોલિક વિસ્તાર, ઉંમર, સ્થાનિક ટ્રાન્સમિશનનું સ્તર અને દર્દીઓના રોગોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
જે સમયે દેશમાં ઓમિક્રોની લહેર હતી તે દરમિયાન ઈમરજન્સી ડિપાર્ટમેંટમાં આવતાં લોકોને અપાયેલા ત્રીજા ડોઝ બાદ બે મહિનામાં વેક્સિનની અસરકારકતા 78 ટકા હતી. પરંતુ ચોથા મહિને ઘટીને 66 ટકા થઈ ગઈ હતી. હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દી સામે રસીની અસરકારકતા 91 ટકા હતી. પરંતુ ત્રીજા ડોઝ બાદ ચોથા મહિના સુધી ઘટીને 78 ટકા થઈ હતી.
ભારતંમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની અસર ઓછી થઈ છે અને દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24ક કલાકમાં 44,877 નવા કોરોના કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે. 1,17,591 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ એક્ટિવ કેસ 5,37,045 છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 3.17 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગઈકાલે દેશમાં 14,15,279 ટેસ્ટ કરવામાં આવ્યા.
- એક્ટિવ કેસઃ 5,37,045
- કુલ ડિસ્ચાર્જ: 4,15,85,711
- કુલ મોતઃ 5,08,665
- કુલ રસીકરણઃ 1,72,81,49,447 (જેમાંથી ગઈકાલે 49,18,601 ડોઝ આપવામાં આવ્યા)