શોધખોળ કરો
Corona Vaccine: ભારતમાં બની રહેલી કોરોના રસીને લઈ નીતિ આયોગે શું કહ્યું, જાણો મોટા સમાચાર
નીતિ આયોગના વીકે પોલે આજે કોરોના વેક્સીને લઈ મોટા સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું, કે ભારતમાં બની રહેલી કોરોના વેક્સીનમાંથી એક આજે કે આવતીકાલે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં પહોંચી જશે. બાકીની બે ક્રમશઃ પ્રથમ અને બીજા તબક્કામાં છે.

નવી દિલ્હીઃ ભારતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ કોરોનાની રસી બનાવી રહ્યું છે. નીતિ આયોગના વીકે પોલે આજે કોરોના વેક્સીને લઈ મોટા સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું, કે ભારતમાં બની રહેલી કોરોના વેક્સીનમાંથી એક આજે કે આવતીકાલે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં પહોંચી જશે. બાકીની બે ક્રમશઃ પ્રથમ અને બીજા તબક્કામાં છે.
વીકે પોલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના મોકા પર દેશવાસીઓને કોરોના વેક્સીનને લઈ ભરોસો અપાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ત્રણ કોરોના વેક્સીન બનાવવામાં આવી છે, જે અલગ-અલગ તબક્કામાં છે. તેમાંથી એક આજે કે આવતીકાલે ફેઝ-3 ટ્રાયલમાં પહોંચી જશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, 24 કલાકમા ભારતમાં સૌથી વધારે 8,99,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા ઘણી વધી છે. ભારતમાં અત્યાર સુધીમાં 19.70 લાખ લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યાનો દર પણ ઘટીને 2 ટકથી ઓછો રહી ગયો છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,02,743 પર પહોચી છે. જેમાથી 6,73,166 એક્ટિવ કેસ છે અને 19,77,780 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃતકઆંક 51,797 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 55,079 નવા કેસ અને 876 મોત નોંધાયા છે.
પંજાબ સરકારે કયા ત્રણ મોટા શહેરોમાં લાદયા આકરાં નિયંત્રણ, જાણો કેમ લીધો નિર્ણય
Coronavirus Vaccine: કોરોનાની રસી બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ રોકાણકારો પાસેથી કેટલું ફંડ એકત્ર કરશે ? જાણો વિગત
ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત, સરકારી નોકરીઓ માત્ર રાજ્યના લોકોને જ મળશે
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
સુરત
બિઝનેસ
Advertisement