શોધખોળ કરો
Advertisement
ભારતમાં હવે કોરોના વાયરસની આ વિદેશી રસીની પણ થઈ શકે છે એન્ટ્રી, જાણો કેટલી હશે કિંમત
ભારતમાં અમેરિકાની કંપની મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોનસન એન્ડ જોનસન, નોવાવેક્સની રસીને પણ મંજૂરી મળી શકે છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે દેશમાં કરોના વાયરસ રસીકરણની ઉપલબ્ધતા વધારવા માટે વિદેશમાં બનેલ કરોના રસીને ઇમરજન્સી ઉપોયગ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હાલમાં જ દેશમાં રશિયાની રસી ‘સ્પુતનિક વી’ને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રસીને પણ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અમેરિકાની કંપની મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોનસન એન્ડ જોનસન, નોવાવેક્સની રસીને પણ મંજૂરી મળી શકે છે.
કેટલી હશે રસીની કિંમત
- અમેરિકાની કંપની મોડર્નાએ એમઆરએનએ ટેકનીક પર પોતાની રસી બનાવી છે, જેની અસરકારકતા 94.1 ટકા છે. તેના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય રાખવામાં આવે છો. મોડર્નાની રસીને 30 દિવસ સુધી 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તામાન પર રેફ્રિજરેટરમાં રાખી શકાય છે. તેને શૂન્યથી 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાન પર છ મહિના સુધી સુરક્ષિત રાખી શકાય છે. એક રિપોર્ટ નુસાર રસીના એક ડોઝની કિંમત 15 ડોલરથી 33 ડોલર (1125 રૂપિયા -2475 રૂપિયા) આસપાસ હોઈ શકે છે.
- ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી મોડર્ના રસી જેવી જ છે. આ નોવેલ કોરોના વાયરસના જેનેટિક પદાર્થના ખંડો પર આધારિત છે. આ રસીના બે ડોઝ ત્રણ સપ્તાહના ગાળામાં આપવામાં આવે છે અને તેની અસરકારકતા 94 ટકા છે. ફાઈઝરની રસીને લઈને સૌથી મોટી સમસ્યા તેને શૂન્યથી 70 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનમાં રાખવાની જરૂરિયાત છે. આ રસીના એ ડોઝની કિંમત 6.75 ડોલરથી 24 ડોલર (506 રૂપિયા – 1800 રૂપિયા) સુધી હોઈ શકે છે.
- જોનસન એન્ડ જોનસનની રસીનો એક જ ડોઝ આપવામાં આવે છે. કંપની અનુસાર તેને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ત્રણ મહિના સુધી રાખી શકાય છે અને શૂન્યથી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં તેને બે વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય છે. આ રસીની અસરકારકતા વિશ્વભરમાં 66 ટકા અને અમેરિકામાં 72 ટકા સુધી છે. તેના એક ડોઝની કિંમત 8.5 ડોલરથી 10 ડોલર (637 રૂપિયા – 750 રૂપિયા) સુધી હોઈ શકે છે.
- વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા હવે નોવાવેક્સ રસીનું હ્યુમન ટ્રાયલ કરી રહી છે. નોવાવેક્સની રસી બ્રિટેનમાં હ્યુમન ટ્રાયલ દરમિયાન 89.3 ટકા સુરક્ષિત જણાઈ છે. ત્યાર બાદ ઘરેલુ સ્તર પર હ્યુમન પરીક્ષણ કરવા માટે સ્થાનીક અધિકારીઓને અરજી કરવામાં આવી છે. તેની કિંમત ભારતમાં ત્રણ ડોલર (225 રૂપિયા) સુધી હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement