શોધખોળ કરો
Advertisement
Vaccine Update: મોદી સરકાર ફાઇઝર પાસેથી કોરોના રસી નહીં ખરીદે ? જાણો શું છે કારણ
ફાઇઝરની રસીને માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવી પડે તેમ છે. ભારતના વર્તમાન હવામાનને જોતાં સરકાર માટે વેક્સિન સ્ટોરેજ મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનના કેસ 99 લાખ પહોંચવા આવ્યા છે. આ દરમિયાન અનેક કંપનીઓ કોરોના રસી વિકસિત કરી રહી છે. જ્યારે વિશ્વના અમુક દેશોમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઈ ગયું છે. ઉંચી કિંમત ધરાવતી ફાઇઝર બાયોએનટિકની કોરોના રસી 95 ટકા અસરકારક હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના 50 રાજ્યોમાં ફ્રિઝર પેકમાં વેક્સિન મોકલી આફાવમાં આવી છે.
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. મહાસત્તા અમેરિકામાં કોરોના 3 લાખ જેટલા લોકોને ભરખી ગયો છે. અહીંયા વેક્સિનનો પ્રથમ શોટ હેલ્થ કેર વર્ક્સ, નર્સિંગ હોમ રેસિડેન્ટ્સ અને સીનિયર સિટિઝન્સને અપાશે. ફાઇઝરની રસીની કિંમત 37 ડોલર એટલે કે આશરે 2700 રૂપિયા છે. જે એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડ અને રશિયાની સ્પુતનિક વી કરતાં અનેક ગણી વધારે છે. આ બંને વેક્સિનની કિંમત અનુક્રમે 350થી 400 રૂપિયા અને 730 રૂપિયા પ્રતિ ડોઝ હશે.
ઉપરાંત ફાઇઝરની રસીને માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવી પડે તેમ છે. ભારતના વર્તમાન હવામાનને જોતાં સરકાર માટે વેક્સિન સ્ટોરેજ મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે. તેથી ભારત સરકાર ફાઇઝરની કોરોના વેક્સિન ખરીદે તેવી શક્યતા નહીંવત છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,071 કેસ નોંધાયા હતા જ્યારે 336 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 98,84,100 પર પહોંચી છે જ્યારે કુલ મૃત્યુઆંક 1,43,355 થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,52,586 છે અને 93,88,159 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
બર્ગર કિંગના શેરનું 115.35ના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયા માલામાલ
મોદી સરકારે ખેડૂતોના આંદોલનને સોશિયલ મીડિયા પર ફેલાતું અટકાવવા જામર લગાવી દીધાં ? જાણો શું કહ્યું સરકારે ?
મહેસાણા ડેરી કૌભાંડઃ વિપુલ ચૌધરીએ કેવી ચાલાકી વાપરીને પોતે જમા કરાવવાના થતા 9 કરોડ રૂપિયાનો બારોબાર ખેલ પાડ્યો ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion