Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
એક તરફ જ્યાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો પોલીસ પરિવાર વિરોધ કરીને રાજીનામાની અને માફીની માગ કરી રહ્યા છે. તો બીજી બાજુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સોશલ મીડિયા પર પોસ્ટ કરી. નામ લીધા વગર જીજ્ઞેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે, રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે. હિન્દુત્વના નામે વોટ લો છો તો હિંદુ ધર્મની આસ્થાના પ્રતિક એવા સોમનાથ, દ્વારકા, સાળંગપુર હનુમાન, ખોડલધામ, ઉમિયાધામ અને અંબાજી-આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતુ દારૂ-ડ્રગ્સનું ખરીદ-વેચાણ બંધ કરીને બતાઓ! ડ્રગ્સના લીધે જે હિંદુ બહેન,દીકરી, માતાઓએ પોતાના ઘરના માણસો ગુમાવ્યા છે એમને મંત્રીશ્રી પુછજો કે ડ્રગ્સના કારોબારને લઈને તેઓ શું મહેસૂસ કરે છે!



















