શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં જમાતના લોકોએ માહોલ બગાડ્યો, 525માંથી 330 કેસ જમાતના દર્દીઓના
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસો નોંધાયા છે, જેમાં 10 કેસો જમાતના લોકોના છે. આમાં એકનુ મોત પણ થયુ છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, આંકડો હાલની સ્થિતિ પ્રમાણે 500 ઉપર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 20 નવા કેસો સામે આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 525 થઇ ગઇ છે, આમાંથી લગભગ 330 જમાતના દર્દીઓ છે. દિલ્હીમાં નિઝામુદ્દીન મામલો સામે આવ્યા બાદ હાલત વધુ કફોડી બની ગઇ છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસો નોંધાયા છે, જેમાં 10 કેસો જમાતના લોકોના છે. આમાં એકનુ મોત પણ થયુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જમાતના કેસ ના હોત તો આ મહામારી પર કાબુ મેળવવો આસાન થઇ જતો. વળી બીજીબાજુ તબલીગી જમાતનો વડો મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે બીજી નોટિસ ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજના સૌથી વધુ કોરોના દર્દીઓ એક્ટિવ છે, આ દર્દીઓ પર સારવારમાં સહયોગ ના આપવાનો પણ આરોપ લાગ્યો છે. બીજીબાજુ તબલીગી જમાતના વડા મૌલાના સાદ અત્યારે ફરાર છે. તેમનુ કહેવુ છે કે તે હાલ સેલ્ફ ક્વૉરન્ટાઇનમાં છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચે આ વાતને ફગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion