શોધખોળ કરો
Advertisement
Coronavirus: સંયુક્ત સચિવના નેતૃત્વમાં કેંદ્રીય ટીમ 3 રાજ્યોનો કરશે પ્રવાસ, હાલ રિકવરી રેટ 57 ટકાથી વધુ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ રિકવરી રેટ 57.42 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 13012 દર્દીઓ સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ રિકવરી રેટ 57.42 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 13012 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,71,696 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
છેલ્લા 24 કલાકમાં 16922 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા 4,73,105 થઈ છે, જેમાંથી 1,86,514 એક્ટિવ કેસ છે, 2,71,696 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 14894 લોકોના મોત થયા છે.
સંયુક્ત સચિવના નેતૃત્વમાં એક કેંદ્રીય દળ 3 રાજ્યોનો પ્રવાસ કરશે
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમાં એક કેંદ્રીય ટીમ 26-29 જૂને ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાનો પ્રવાસ કરશે. ટીમ રાજ્યના અધિકારીઓ સાથે વાચતી કરશે અને કોરોના પર નિયંત્રણ માટે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોને મજબૂત કરવા માટે તેમની સાથે સમન્વય કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement