શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Covid-19: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60 હજારની નજીક, 1981 લોકોનાં મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 95 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી શનિવાર સુધીમાં 1981 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 59,662 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 95 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી શનિવાર સુધીમાં 1981 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 39834 લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે 17,846 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
કયા રાજ્યમાં કેટલા મોત થયા ?
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 731, ગુજરાતમાં 449, મધ્યપ્રદેશમાં-200, રાજસ્થાન-101, દિલ્હીમાં 68, તેલંગણામાં 29, પંજાબમાં 29, પશ્ચિમ બંગાળ 160, કર્ણાટકમાં 30, ઉત્તર પ્રદેશ 66, કેરળ-4, આંધ્રપ્રદેશ 41, જમ્મુ-કાશ્મીરમાં 9, બિહાર -5, તમિલનાડુ-40, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં બે-બે, ચંડીગઢ, આસામ અને મેઘાલયમાં એક-એક મોત થયા છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 1887, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-59, બિહાર-571, ચંદીગઢ-150, છત્તીસગઢ-59, દાદરા નગર હવેલી-1, દિલ્હી- 6318, ગોવા-7, ગુજરાત- 7402, હરિયાણામાં-647, હિમાચલ પ્રદેશ -50, જમ્મુ કાશ્મીર- 823, ઝારખંડ-132, કર્ણાટક-753, કેરળ-503, લદાખ-42, મધ્યપ્રદેશ-3341, મહારાષ્ટ્ર- 19063 , મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-271, પોંડીચેરી-9, પંજાબ-1731, રાજસ્થાન- 3579, તમિલનાડુ-6009, તેલંગણા-1133, ત્રિપુરા-118, ઉત્તરાખંડ-63, ઉત્તર પ્રદેશ-3214 અને પશ્ચિમ બંગાળ-1678 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion