શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુબઈ એરપોર્ટ પર આઠ દિવસથી ફસાયા 18 ભારતીય, સરકારને મદદ માટે કરી અપીલ
છેલ્લાં ઘણાં દિવસથી દુબઈ એરપોર્ટ પર ફસાયેલ ભારતીય જમીન પર સુવા માટે મજબૂર છે અને ખાવા પીવાની મુશ્કેલી પણ છે.
નવી દિલ્હીઃ દુબઈ એરપોર્ટ પર વિતેલા 8 દિવસોથી 18 ભારતીય ફસાયા છે. દેશના 18 નાગરિક હાલમાં પોતાના દેશથી અંદાજે 2500 કિલોમીટર દૂર દુબઈના એરપોર્ટ પર એવા ફસાયા છે કે તેમને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ એ ભારતીય છે જે યૂરોપના અનેક દેશમાંથી ભારત પરત આવવા નીકળ્યા હતા અને તેમને દુબઈ એરપોર્ટ પરથી ભારત માટે ફ્લાઈટ લેવાની હતી.
કોરોના વાયરસના ખતરાને કારણે જ્યાં દુબઈ એરપોર્ટથી વિમાન થી ઉડી રહ્યા તો ભારતે પણ પોતાના તમામ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય વિમાનોને ઉતરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એવામાં આ યાત્રીઓની વતન વાપી શક્ય નથી થઈ રહી અને હાલમાં તેમને સાંભળનારું કોઈ નથી.
ભારતીય એમ્બેસી તરફથી પણ ન મળી મદદ
છેલ્લાં ઘણાં દિવસથી દુબઈ એરપોર્ટ પર ફસાયેલ ભારતીય જમીન પર સુવા માટે મજબૂર છે અને ખાવા પીવાની મુશ્કેલી પણ છે. આ ભારતીય પોતાના વતન ભારત પરત ફરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 18 ભારતીયોના આ ગ્રુપમાં કેટલાક તો એવા છે જેની ફ્લાઈ 18 માર્ચના રોજ દુબઈમાં ઉતરવાની હતી પરંતુ હવે ન તો દુબઈ સરકાર તેમને સાંભલી રહ્યા છે અને ન તો ભારતીય એમ્બેસી તરફથી મદદ મળી રહી છે.
દુબઈ એરપોર્ટ છે આલીશાન પર લોકોને છે મુશ્કેલી
દુબઈનું એરપોર્ટ જેની ગણતરી વિશ્વના સૌથી સુંદર એરપોર્ટમાં થાય ચે અને કોઈ સેવન સ્ટાર હોટલ જેવું આલીશાન છે, પરંતુ અહીં આલીશાન એરપોર્ટ હવે લોકોને જેલ જેવું લાગી રહ્યું છે. યૂરોપના અનેક દેશમાંથી નીકળેલ લોકો અહીં દુબઈમાં ભારત માટે વિમાન પકડવાના હતા પરંતુ અહીં તેમને એરપોર્ટથી આગળ જવાની મંજૂરી ન મળી.
લોકો કરી રહ્યા છે ભારત સરકારને અપીલ
આ લોકોએ ભારત સરકારના દુબઈ અધિકારીઓને અપીલ કરી છે કે તેમને જેટલી ઝડપથી થાય તેટલા ઝડપથી ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમમે એપીબી ન્યૂઝના માધ્યમથી પણ સરકારને અપીલ કરી છે કે તેમને તેમના વતન લઈ જવામાં આવે. એરપોર્ટ પર રહેવાને કારણે આ લોકો પર કોરોના વાયરસના સંક્રમણનું જોખમ પણ વધી ગયું છે. એવામાં એક ભારતીયએ કહ્યું કે, સરકાર કંઈપણ કરીને તેને ભારત પર બોલાવે ભલે દેશમાં તેને કોરેન્ટાઈનમાં રાખવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement