શોધખોળ કરો

કોરોનાઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યુ- હનુમાનની જેમ PM મોદીએ આપી ‘સંજીવની’

આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલા બ્રાઝીલે હનુમાન જયંતિ પર આ મહામારી માટે ગેમચેન્જર સાબિત થયેલી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને ‘સંજીવની’ ગણાવી હતી. બ્રાઝીલે મલેરિયા વિરોધી દવાની સપ્લાય માટે ભારતના વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને  મહાન નેતા ગણાવ્યા હતા. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે જે રીતે હનુમાનજીએ સંજીવની બૂટી લાવીને ભગવાન રામના ભાઇ લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો એ જ રીતે ભારત તરફથી આપવામાં આવેલી આ દવાથી લોકોનો જીવ બચશે. તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝીલ સાથે મળીને આ મહાસંકટનો સામનો કરવામાં સક્ષમ હશે. કોરોનાની સારવારમાં કારગર ગણવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની અમેરિકા સહિત દુનિયાભરમાં માંગ છે. વાસ્તવમાં વૈશ્વિક મહામારી બની ચૂકેલો કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકા, ઇટાલી, સ્પેન જેવા દેશોમાં આ વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પાસે કોરોના સામે લડવામાં કારગર સાબિત થયેલી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન માંગી છે. ભારતે કેટલીક શરતો સાથે દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. દુનિયાભરમાં વધી રહેલી માંગ વચ્ચે ભારતે કહ્યું કે, તે માનવતાના આધાર પર દવાની નિકાસ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, કોઇ પણ સરકારની ફરજ હોય છે કે તે પ્રથમ સુનિશ્વિત કરે કે તેમના લોકો પાસે દવા કે સારવારના જરૂરી સંસાધનો છે કે નહીં. તેને ધ્યાનમાં રાખીને કેટલીક દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હતો. ભારતે સોમવારે 14 દવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget