શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ મોટા રાજ્યામાં કોરોનાનો ફરી રાફડો ફાટ્યો, એક દિવસમાં નોંધાયા નવા 8000 કેસ, જાણો વિગતે
મહારાષ્ટ્રમાં કોરોનાને વધતો જોઇને મુખ્યમંત્રીએ બુધવારે મંત્રીમંડળની એક બેઠક પણ બોલાવી હતી, જેમાં આ રાજ્યના તમામ જિલ્લાધિકારીને આદેશ અપાયા કે કોરોનાના કારણે તે પુરેપુરી સાવધાની રાખે અને યોગ્ય પગલા ભરે
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય સતાવી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરાલામાં ફરી એકવાર કોરોનાએ કોહરામ મચાવવાનો શરૂ કરી દીધો છે. બુધવારે આવેલા આંકડા પ્રમાણે જોઇએ તો મહારાષ્ટ્રમાં કોરોનાનો ફરી રાફડો ફાટી નીકળ્યો છે, અહીં એક જ દિવસમાં કોરોનાએ વિસ્ફોટક રૂપ લેતા 8807 નવા કેસો સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને વધતો જોઇને મુખ્યમંત્રીએ બુધવારે મંત્રીમંડળની એક બેઠક પણ બોલાવી હતી, જેમાં આ રાજ્યના તમામ જિલ્લાધિકારીને આદેશ અપાયા કે કોરોનાના કારણે તે પુરેપુરી સાવધાની રાખે અને યોગ્ય પગલા ભરે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં કોઇને કોઇ પ્રકારના પ્રતિબંધો કે કર્ફ્યૂ કે લૉકડાઉન જાહેર કરવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો રિક્વરી રેટ 95 ટકા હતો, તેમાં પણ ઘટાડો આવી ગયો છે. મંગળવારે નવા કોરોનાના કેસ 6218 હતા, સોમવારે 5210 નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ બુધવારે તે રેકોર્ડ વધારો થઇ ગયો. અહીં એક જ દિવસમાં 8807 નવા કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાનો કેસથી દેશમાં પણ ચિંતા વધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion