ભાજપ શાસિત આ રાજ્યમાં બન્યું કોરોના માતાનું મંદિર, જાણો વિગતે
આ મંદિરે દર્શન કરવા આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોરોના માતાની મૂર્તિ સમક્ષ અગરબત્તી અને દીવો કરીને પ્રસાદ ચઢાવીને માતાની પૂજા પણ કરે છે.
પ્રતાપગઢઃ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના સાંગીપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આતાં શુક્લપુર ગામમાં લોકોએ કોરોનાના કહેરથી બચવા સામૂહિક રીતે ફાળો એકત્ર કરીને કોરોના દેવીનું મંદિર બનાવ્યું છે. રોજ અહીંયા ગામ લોકો કોરોના માતાની પૂજા પણ કરે છે. ગ્રામીણોએ કોરોનાથી બચવા માટે કોરોના માતાની મૂર્તિ પણ સ્થાપી છે.
આ મંદિરે દર્શન કરવા આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોરોના માતાની મૂર્તિ સમક્ષ અગરબત્તી અને દીવો કરીને પ્રસાદ ચઢાવીને માતાની પૂજા પણ કરે છે. કોરોના માતાની પ્રતિમા માસ્ક પહેરો, હાથ ધોવાનો સંદેશ પણ આપી રહી છે.
ગ્રામીણોના દાવા મુજબ, કોરોના માતાની પૂજા કરવાથી ગામમાં કોરોના સંક્રમણ ફેલાયું નથી. અનેક લોકો તેને અંધવિશ્વાસ માને છે પરંતુ કોરોના માતાની માસ્ક લગાવેલી પ્રતિમા ગામલોકોને કોરોનાથી બચાવી રહી છે. જેવી રીતે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે કોરોના માતાની પણ પૂજા થઈ રહી છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત પાંચમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 84332 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.
‘Corona Mata’ temple comes up under a neem tree at a village in Pratapgarh district
— ANI UP (@ANINewsUP) June 12, 2021
"Villagers collectively decided & set up the temple with belief that praying to the deity would definitely offer respite to people from Coronavirus," a villager said yesterday. pic.twitter.com/jA3SGU0RQE
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155
કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384
એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690
કુલ મૃત્યુઆંકઃ 3,67,081