શોધખોળ કરો
દિલ્હીમાં દારૂની દુકાનો પર ભીડ, ટ્રાફિકના કારણે ન મળ્યું ઈ-ટોકન, સરકારનો હોમ ડિલીવરી કરવા પર વિચાર
દિલ્હી સરકારે દારૂના વેચાણને લઈ ઈ-ટોકન સિસ્ટમની શરૂઆત કરી છે. છતા શુક્રવારે દારૂની દુકાનો પર લાઈનો અને ભીડ જોવા મળી હતી

નવી દિલ્હી: દિલ્હી સરકારે દારૂના વેચાણને લઈ ઈ-ટોકન સિસ્ટમની શરૂઆત કરી છે. છતા શુક્રવારે દારૂની દુકાનો પર લાઈનો અને ભીડ જોવા મળી હતી. દિલ્હી સરકારે ઈ-ટોકન માટે વેબસાઈટ www.qtoken.in બનાવી હતી,ભારે ટ્રાફિકના કારણે તેનું સર્વર ડાઉન થઈ ગયું. દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સરકાર લોકડાઉનમાં હોમ ડિલીવરીના માધ્યમથી દારૂના વેચાણ પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકારને દુકાનોમાં ભીડના કારણે કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન સુધી ઓનલાઈન વેચાણ અથવા હોમ ડિલીવરી પર વિચાર કરવા કહ્યું છે. સરકારે ગુરૂવાપે ઈ-ટોકન સિસ્ટમ લોન્ચ કરી, જેના કારણે લોકડાઉન દરમિયાન દારૂની દુકાન પર ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન ન થાય. મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું વેબસાઈટ સાથે કેટલીક ટેકનિકલ સમસ્યા છે, જેને ખૂબ ઓછા સમયમાં ઠીક કરવામાં આવશે. તેમણે કહ્યું, દારૂ ખરીદવા માટે અમે ઈ-ટોકન સેવા શરૂ કરી અને વેબસાઈટમાં કોઈ સમસ્યા છે. ઘણા લોકોએ ઈ-ટોકન માટે કોશિશ કરી પરંતુ તેમાં સફળ નથી થઈ રહ્યા અને આ પ્રકારનું ઘણીવાર થઈ રહ્યું છે. ઘણા ગ્રાહકોએ કહ્યું તેમના ટોકનમાં ખૂબ લાંબા સમયથી તારીખ આપવામાં આવી છે. ઘણી દુકાનો પર ઈ-ટોકનવાળાને પણ લાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. એક વ્યક્તિને ઈ ટોકન હોવા છતા દારૂ લેવામાં મુશ્કેલી થઈ કારણ કે દુકાન પર ભીડ હતી.
વધુ વાંચો





















