શોધખોળ કરો
કોરોનાને હરાવવા દિલ્હી CM કેજરીવાલનો 5T પ્લાન, એક લાખ લોકોનો થશે રેપિડ ટેસ્ટ
કેજરીવાલે કહ્યું અમે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઈમાં મોકલવામાં આવી રહ્યા છે.
![કોરોનાને હરાવવા દિલ્હી CM કેજરીવાલનો 5T પ્લાન, એક લાખ લોકોનો થશે રેપિડ ટેસ્ટ Coronavirus: Delhi CM Arvind Kejriwal 5t plan for fight against covid 19 કોરોનાને હરાવવા દિલ્હી CM કેજરીવાલનો 5T પ્લાન, એક લાખ લોકોનો થશે રેપિડ ટેસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/07194245/arvind-kejriwal-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 T પ્લાન બનાવ્યો છે. આ પ્લાન અંગે તેમણે પ્રેસ ફોન્ફરન્સમાં માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું, અમારે કોરોનાને હરાવવા માટે આ પ્લાન પર કામ કરવું પડશે.
- ટેસ્ટિંગઃ સીએમ અરવિંદ કેજરીવાસે કહ્યું કે, અમે મોટા પાયે ટેસ્ટિંગ કરીશું. પહેલા ટેસ્ટિંગ કીટની સમસ્યા હતી પરંતુ હવે તેમાં સુધારો થયો છે. અમે 50 હજાર લોકોના ટેસ્ટ માટે ઓર્ડર આપ્યો છે. એક લાખ લોકોના રેપિડ ટેસ્ટ માટે કિટનો ઓર્ડર આપ્યો છે. કોરોનાના હોટસ્પોટ એરિયામાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.
- ટ્રેસિંગઃ કેજરીવાલે કહ્યું અમે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઈમાં મોકલવામાં આવી રહ્યા છે. ટ્રેસિંગમાં અમે પોલીસની મદદ લઈ રહ્યા છીએ. પોલીસની મદદથી અમે હોમ ક્વોરોન્ટાઇન છે તેવા લોકોને ટ્રેસ કરીશું. આવા લોકોના લોકેશનના આધારે વિસ્તારને સીલ કરવામાં આવશે.
- ટ્રીટમેન્ટઃ કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાના કુલ 525 કેસ આવ્યા છે. અમે અત્યાર સુધીમાં આશરે 3000 બેડની ક્ષમતા તૈયાર કરી છે. આશરે 400 બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં આરક્ષિત છે. કોરોનાના કેસ જેમ વધશે તેમ અમે હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવીશું. જરૂર પડવા પર હોટલ અને ધર્મશાળાને પણ હસ્તગત કરાશે.
- ટીમ વર્કઃ કોરોનાને એકલા હાથે ન હરાવી શકાય. આજે તમામ સરકારો એક ટીમની જેમ કામ કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ એકબીજા પાસેથી શીખવાની જરૂર ચે. આ ટીમનો સૌથી મહત્વનો હિસ્સો ડૉક્ટર અને નર્સ છે. તમામે લોકડાઉનનું કડક પાલન કરવાની જરૂર છે.
- ટ્રેકિંગ અને મોનીટરિંગઃ તમામ ચીજોને ટ્રેક કરવી સૌથી જરૂરી છે. હાલ પ્લાનને ટ્રેક કરવાની જવાબદારી મારી છે. જો આપણે કોરોનાથી ત્રણ પગલા આગળ રહીશું ત્યારે જ હરાવી શકીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)