શોધખોળ કરો

Coronavirus: ઉત્તરપ્રદેશના 34 સંદિગ્ધોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા

દિલ્હીના એક હોટલમાં મંગળવારે ત્રણ ભારતીય અને 21 ઈટાલીયનને સુરક્ષાના કારણોસર ITBPના છાબલા કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે સાથે તેમના સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે.

નવી દિલ્હી: ચીનમાં હાહાકાર મચાવનાર કાતિલ કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં કોરોના 34 શંકાસ્પદ કેસના સમાચાર સામે આવ્યા છે. આ તમામના સેમ્પલની તપાસ પૂણેમાં થઈ રહી છે. દિલ્હીના એક હોટલમાં મંગળવારે ત્રણ ભારતીય અને 21 ઈટાલીયનને સુરક્ષાના કારણોસર ITBPના છાબલા કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે સાથે તેમના સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. તેમના સેમ્પલની રિપોર્ટ આવ્યા બાદ આગળનું પગલું લેવામાં આવશે. હાલમાં તેમનામાંથી કોઈ પણ કોરોના વાયરસ સંક્રમણના લક્ષણ સામે આવ્યા નથી. કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ હવે ભારતે કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. કેન્દ્ર સરકારે 25થી વધારે દવાઓ અને ફોર્મુલેશંસના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે. ચીનમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ દવાઓમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલની આયાતમાં ઘટાડો થયો છે. જેનાથી દવાનું પ્રોડક્શન અટકી ગયું છે. ભારતે સાવચેતીના ભાગરૂપે પેરાસિટામોલ, ટિનિડાઝોલ, મેટ્રોનિડાઝો, વિટામિન B1, B6, B12, પ્રોઝેસ્ટેરોન જેવી દવાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. DGFT એ વર્તમાન એક્સપોર્ટ પોલિસીમાં બદલાવ માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. મંગળવારે ઉત્તરપ્રદેશના નોઈડા અને આગરામાં કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક કેસો સામે આવ્યા છે. એવામાં સાવચેતીના ભાગરૂપે નોઈડાની જાણીતી શિવ નાડર સ્કૂલ 9 માર્ચ સુધી અને શ્રીરામ મિલેનિયમ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
Jioના નવા પ્લાને Airtel- Vi ના ઉડાવી દીધા હોંશ! 84 દિવસ રોજ મળશે 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી OTT સબ્સ્ક્રિપ્શન
Jioના નવા પ્લાને Airtel- Vi ના ઉડાવી દીધા હોંશ! 84 દિવસ રોજ મળશે 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી OTT સબ્સ્ક્રિપ્શન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુકાની બદલાયા મળશે સફળતા?
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ કે પોઈઝન?
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ તમારૂ!
BIG News on Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ આ ઓબીસી નેતાને બનાવાયા પ્રમુખ
Ahmedabad Police: અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના PSI વિવાદમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
INd vs ENG 4th test: ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે ત્રણ વિકેટકીપર? માન્ચેસ્ટર ટેસ્ટમાં લેવાશે આવો નિર્ણય !
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
Jioના નવા પ્લાને Airtel- Vi ના ઉડાવી દીધા હોંશ! 84 દિવસ રોજ મળશે 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી OTT સબ્સ્ક્રિપ્શન
Jioના નવા પ્લાને Airtel- Vi ના ઉડાવી દીધા હોંશ! 84 દિવસ રોજ મળશે 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી OTT સબ્સ્ક્રિપ્શન
સરકારને મોકલો એક મિનિટનો વીડિયો અને જીતો 15,000 રૂપિયાનું ઈનામ
સરકારને મોકલો એક મિનિટનો વીડિયો અને જીતો 15,000 રૂપિયાનું ઈનામ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
Health Tips: દરરોજ પીવો મધ-તજનું પાણી,શરદી-ઉધરસ સહિત ઘણી સમસ્યાઓથી મળશે રાહત
Health Tips: દરરોજ પીવો મધ-તજનું પાણી,શરદી-ઉધરસ સહિત ઘણી સમસ્યાઓથી મળશે રાહત
ફક્ત આટલા રુપિયામાં તમારા હાથમાં આવી જશે Tesla Model Yની ચાવી, જાણો કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ
ફક્ત આટલા રુપિયામાં તમારા હાથમાં આવી જશે Tesla Model Yની ચાવી, જાણો કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ
Embed widget