શોધખોળ કરો
Advertisement
ભારતીય વૈજ્ઞાનિકોએ N-95 માસ્કને લઈ કર્યો નવો દાવો, ISRO પણ કર્યુ સમર્થન
ઈસરો સહિત અન્ય રિસર્ચકર્તાના કહેવા મુજબ એન-95 માસ્ક કોરોના વાયરસ સંક્રમણને અટકાવવામાં સફળ સાબિત થઈ શકે છે. કોવિડ-19 ફેલાતો રોકવા માટે કોઈપણ પ્રકારનું માસ્ક પહેરવામાં આવે તેવી ભલામણ પણ ઈસરોએ કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા દેશમાં વાલ્વવાળા એન-95 પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે ઈસરો સહિત અન્ય રિસર્ચકર્તાના કહેવા મુજબ એન-95 માસ્ક કોરોના વાયરસ સંક્રમણને અટકાવવામાં સફળ સાબિત થઈ શકે છે. કોવિડ-19 ફેલાતો રોકવા માટે કોઈપણ પ્રકારનું માસ્ક પહેરવામાં આવે તેવી ભલામણ પણ ઈસરોએ કરી છે.
ઉધરસ કે છીંક ખાવા દરમિયાન શ્વસન તંત્રમાંથી હવામાંથી નીકળતા સુક્ષ્મ કણો કોવિડ-19 જેવા સંક્રામક રોગના પ્રસારનું મોટું કારણ હોવાનું રિસર્ચમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈસરોના પદ્મનાભ પ્રસન્ન સિમ્હા અને કર્ણાટક સ્થિત જયદેવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવાસ્કુલર સાયન્સ એન્ડ રિસર્ચના પ્રસન્ન સિમ્હા મોહન રાવે આ અંગે રિસર્ચ કર્યુ છે. જે જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ્સમાં પ્રકાશિત થયું છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે એન-95 માસ્ક સંક્રમણના પ્રસારને ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય છે. આ માસ્ક ઉધરસ દરમિયાન મોંમાંથી નીકળતા સૂક્ષ્મ કણોનો પ્રસાર 0.1 અને 0.25 મીટર વચ્ચે મર્યાદીત કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સર્જિકલ માસ્ક 0.5 થી 1.5 મીટરના અંતરને મર્યાદિત કરે છે. સિમ્હાએ કહ્યું, યોગ્ય અંતર એવી ચીજ છે જેની અવગણના ક્યારેય ન કરવી જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,760 નવા દર્દી સામે આવ્યા છે અને 1023 લોકોના મોત થયા છ. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી છે. જેમાંથી 7,25,991 એક્ટિવ કેસ છે અને 25,23,772 લોકો સાજા થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.
હવે કોહલીએ આપ્યા સારા સમાચાર, અનુષ્કા પણ છે પ્રેગનન્ટ, જાણો ક્યારે આપશે બાળકને જન્મ ?
સુરત ભાજપના આ યુવા ધારાસભ્યનો કોરોના પોઝિટવ, પ્રદેશ પ્રમુખ C.R. પાટીલે રી ટ્વિટ કરીને શું કહ્યું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion