શોધખોળ કરો
Advertisement
Covid-19: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 હજારને પાર, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1486 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 20 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાાલય દ્વારા સાંજે 6 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી 201471 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 652 લોકોના મોત થયા છે. જ્યારે 3960 દર્દીઓ સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1486 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે.
સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જ્યારે દિલ્હી અને ગુજરાતમાં બે હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 5221 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 722 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 251 લોકોના મોત થયા છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 813, અંદમાન નિકોબાર-17, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-126, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2156, ગોવા-7, ગુજરાત- 2272, હરિયાણામાં-254, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-380, ઝારખંડ-45, કર્ણાટક- 425, કેરળ-427, લદાખ-18, મધ્યપ્રદેશ-1592, મહારાષ્ટ્ર- 5221, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-82, પોંડીચેરી-7, પંજાબ-251, રાજસ્થાન-1801, તમિલનાડુ-1596, તેલંગણા-945, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-46, ઉત્તર પ્રદેશ-1412 અને પશ્ચિમ બંગાળ-423 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion