શોધખોળ કરો
Advertisement
મોદી સાથેની બેઠકમાં ક્યા મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની કરી માગણી ? જાણો વિગત
મમતા બેનર્જીએ કહ્યું કે, લોકડાઉન લંબાવવું જોઈએ પણ આ સમયે આપણે રાજકારણથી દૂર રહેવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.
નવી દિલ્હીઃ 17 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે. આ પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ સોમવારે બપોર પછી અંદાજે સવા 6 કલાક સુધી બેઠક કરી હતી. પીએમે 15 મે સુધી તમામ રાજ્યો પાસે બ્લૂપ્રિન્ટ માગી છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં જાન હૈ તો જહાનની વાત કહેનાર પીએમ મોદીએ જન સેવક જગ તકનો નારો આપ્યો છે. આ જ નારામાં લોકડાઉન 4નો સંકેત છુપાયેલો છે.
કેવું હશે લોકડાઉન-4?
સોમવારે મુખ્યમંત્રીઓને જ્યારે પીએમ મળ્યા તો આ મોટા સવાલનો સંકેત ખુદ પીએમે આપ્યો છે. આ બેઠકમાં પીએમે કહ્યું કે, મારું એવું માનવું છે કે બીજા તબક્કા દરમિયાન લોકડાઉન પહેલા તબક્કામાં જરૂરી ઉપાયોની જરૂરત ન હતી. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં જરૂરી ઉપાયોની ચોથામાં જરૂરત નથી. બેઠકમાં પીએમે જે કહ્યું તે તેનાથી તો સ્પષ્ટ છે કે લોકડાઉન ફરીથી લંબાશે.
ક્યા મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની કરી માગણી
ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર કરી ગઈ છે અને 868 લોકોના મોત થયા છે. ઠાકરેએ કહ્યું, લોકડાઉન લંબાવવાનો સંપૂર્ણ સમર્થન આપું છું. ધાનમંત્રીએ લોકડાઉનને લગતા નિશ્ચિત અને નક્કર નિર્દેશો આપવા જોઈએ. મુંબઈમાં આવશ્યક સેવાઓ માટે લોકલ ટ્રેન સેવા શરૂ કરવા મંજૂરી આપવી જોઈએ.
કે પલાનીસામી, તમિલનાડુઃ પલાનીસામીએ કહ્યું, છીએ કે ચેન્નાઈ-દિલ્હી વચ્ચે 12 મેથી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ચેન્નાઈમાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં 31 મે સુધી અહીં ટ્રેન ન ચલાવવી જોઈએ. આ સાથે જ 31 મે સુધી ઉડ્ડયન સેવા પણ ન શરૂ કરવી જોઈએ.
કેપ્ટન અમરિંદર સિંહ, પંજાબઃ તેમણે કહ્યું, લોકડાઉન વધારવું જોઈએ- પણ તે માટે ખાસ રણનીતિ બનાવવી જોઈએ અને રાજ્યોને આર્થિક શક્તિ આપવી જોઈએ જેથી લોકોનું જીવન અને રોજગારી બચી શકે.
અશોક ગેહલોત, રાજસ્થાનઃ રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ. મનરેગાની જેમ શહેરી વિસ્તારોમાં પણ રોજગાર ગેરંટી યોજના શરૂ થી જોઈએ.
નીતિશ કુમાર, બિહારઃ ચાલુ મહિનાના અંત સુધી લોકડાઉન વધારવાની માંગ કરી. પરંતુ રેલ સેવા શરૂ કરવાનો વિરોધ કર્યો અને પ્રવાસી બિહારીઓને ઘરે પરત લાવવા વિશેષ ટ્રેનોની માંગ કરી.
યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશઃ પ્રધાનમંત્રીના ફેંસલાની સાથે રહીને કોરોનાને હરાવીશું તેમ યોગી આદિત્યનાથે કહ્યું હતું.
મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળઃ લોકડાઉન લંબાવવું જોઈએ પણ આ સમયે આપણે રાજકારણથી દૂર રહેવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.
કેસીઆર, તેલંગાણાઃ લોકડાઉન વધારવાની માંગ કરીને કહ્યું પેસેન્જર ટ્રેન ચલાવવાથી કોરોના સંક્રમણનો ખતરો છે.
હેમંત સોરેન, ઝારખંડઃ કોરોના સંકટ અન લોકડાઉનને લઈ કેન્દ્ર સરકાર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે તેનું ઝારખંડ સરકાર અક્ષરક્ષઃ પાલન કરે છે. આગળ પણ કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તેનું પણ રાજ્ય સરકાર પાલન કરશે. કોરોના મહામારી સામે જંગ લાંબો ચાલશે, આ મુશ્કેલ સમયમાં લોકોનો જીવ બચાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement