કોરોનાની બીજી લહેરની વચ્ચે કોરોના વાયરસના આ નવા 3 લક્ષણો અવગણ્યા તો મર્યા સમજો !
કોરોનાના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીર તૂટવું, સ્વાદ અને ગંધ ન આવવા, ઠંડી લાગવી, શ્વાસ ચડવો.
મહામારીને એક વર્ષ થયા બાદ લોકોને કોરોના વાયરસ (Coronavirus)ના મુખ્ય લક્ષણો શું છે તે ખબર પડી ગઈ છે. જોકે થોડા સમય બાદ ફરીથી કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં જોવા મળી રહી છે. બીજી લહેરમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રીસર્ચર સાવચેત રહેવા કહી રહ્યા છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર સંક્રમણની રીતમાં ફેરફાર લક્ષણ વધારી રહી છે.
તેમણે લિસ્ટમાં નવા અનપેક્ષિત લક્ષણો જોડતા સાવચેત રહેવા કહ્યું છે. કોરોનાના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીર તૂટવું, સ્વાદ અને ગંધ ન આવવા, ઠંડી લાગવી, શ્વાસ ચડવો. હવે અનેક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ગુલાબી આંખ, સાંભળવામાં મુશ્કેલી જેવા લક્ષણો સામે આવી રહ્યા છે. શંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે, એક વખત વાયરસની ઝપેટમાં આવવા પર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની જટિલતાઓનો સામનો કરવો પડી શકે છે.
ગુલાબી આંખ અથવા કન્જક્ટિવાઈટિસપિંગ Pink Eye (Conjunctivitis): – ચીનમાં કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર ગુલાબી આંખ અથવા કન્જક્ટિવાઈટિસપિંગ કોવિડ-19 સંક્રમણનો પણ એક સંકેત હોઈ શકે છે. આંખથી સંબંધિત સમસ્યા પિંક આઈ અથવા કન્જક્ટિવાઇટિસમાં આંખ લાલ, સૂજી જવી અને પાણીવાળી થઈ જાય છે. 12 પ્રતિભાગી કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા હતા. તેમણે આ લક્ષણોની વાત કરી હતી.
બહેરાશ અથવા સાંભળામાં મુશ્કેલી (Deafness)– બહેરાશ અથવા ઓછું સંભળાવવું પણ કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાંથી એક હોઈ શકે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલિજીમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, કોવિડ-19 સાંભળવાની સમસ્યા માટે નેતૃત્વ કરી શકે છે. એક અથવા બે કાનમાં સતત અવાજ અથવા ભણકારાનો અનુભવનો સંદર્ભ ટિન્નિટસ તરીકે હોય છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે, કોરોના પ્રભાવિત 7.6 ટકા લોકો કંઈક સાંભળવાના મુદ્દાનો સામનો કર્યો છે.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ (Gastrointestinal)ના લક્ષણ – રિસર્ચનું કહેવું છે કે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની નવી ફરિયાદ સાંભળવા મળી રહી છે. કોરોના વાયરસ ઉપરની શ્વસન પ્રણાલીમાં સંક્રમણનું કારન બને છે. માટે લોકો પોતાની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અસુવિધાને કોરોના વાયરસ સંક્રમણ સાથે નથી જોડતા. આ એક આશઅચર્ય રીતે આવી શકે છે, પરંતુ અનેક કેસમાં જોવા મળ્યું છે કે, ઝાડા અને ઉલ્ટી કોરોના વાયરસના સંકેત હોઈ શકે છે.
નિષ્ણઆંતોએ હાલની સ્થિતિમાં ઝાડા અથવા ઉલ્ટીના લક્ષણોને ન અવગણવાની સલાહ આપી છે. રિસર્ચ અનુસાર, કોવિડ-19 મુખ્ય રીતે શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે, પરંતુ તેનો પ્રભાવ અન્ય અંગો જેમ કે કિડની, લીવર અને આંતરડા પર પણ હોઈ શકે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલના લક્ષણોમાં પેટમાં ખેંટાણ, ઉબકા, દુખાવો, ઝાડા અને ઉલ્ટી સામેલ છે. જો તમને પાચનની કોઈ સમસ્યા છે તો તમારે ચોક્કસ તપાસ કરાવવી જોઈએ.