શોધખોળ કરો
કર્ણાટકના આ જિલ્લામાં આજથી 20 જુલાઈ સુધી લાદવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
કર્ણાટકમાં અત્યાર સુધી કોરોનાના 38,800થી વધારે કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. જેને પગલે કોરોના દર્દીઓની સંખ્યા નવ લાખ સુધી પહોંચી ગઈ છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા અનેક રાજ્યોમાં હવે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બેંગલુરુ બાદ વધુ કેટલાક જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.
કાલાબુરાગી જિલ્લામાં 14 થી 20 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા લોકડાઉનનો ઓર્ડર અપાયો છે. આ ઉપરાંત ગઈકાલે ધરવાડમાં એક સપ્તાહના, દક્ષિણ કન્નડમાં નવ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
કર્ણાટકમાં અત્યાર સુધી કોરોનાના 38,800થી વધારે કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 22,750 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement