શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AIIMS પ્રમુખ રણદીપ ગુલેરિયાએ કહ્યું- 2021માં પણ કોરોના સંકટ યથાવત રહેશે, કેટલાક ભાગમાં આવી શકે છે કોરોનાની બીજી લહેર
કોરોના કેસમાં ઉછાળાના બે મહત્ત્વના કારણ છે. એક કોરોના ટેસ્ટિંગ વધ્યા છે અને બીજું ઘણાં લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 40 લાખને પાર કરી ગઈ છે. AIIMS પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાનું આ મહામારી પર કહેવું છે કે, ભારતમાં કોરોના વાયરસનો કહેર 2021માં પણ જોવા મળશે. દિલ્હી સહિત દેશના કેટલાક ભાગમાં કોરોનાની બીજી લહેર આવવાની વાત પણ કહી.
ડો. રણદીપ ગુલેરિયા કેન્દ્ર સરકારની કોવિડ-19 ટાસ્ટ ફોર્સના મહત્તવના સભ્ય પણ છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “અમે એ નહ કહી શકીએ કે મહામારી 2021 સુધી નહીં આવે, પરંતુ એ જરૂરી કહી શકીએ કે ઝડપથી વધવાને બદેલ કર્વ ફ્લેટ થઈ ગયું છે. આગામી વર્ષની શરૂઆતમાં અમે એ કહેવાની સ્થિતિમાં હોવા જોઈએ કે આ મહામારી ખત્મ થઈ રહી છે.”
ડો. ગુલેરિયાએ એ પણ કહ્યું કે, કોરોના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગમાં કોરોનાની બીજી લહેર જેવું કંઈક દેખાઈ રહ્યું છે. કોરોના કેસમાં ઉછાળાના બે મહત્ત્વના કારણ છે. એક કોરોના ટેસ્ટિંગ વધ્યા છે અને બીજું ઘણાં લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા.
આ વર્ષના અંત સુધીમાં રસી આવાવની આશા
ડો. રણદીપ ગુલેરિયાએ આ વર્ષના અંત સુધીમાં રસી આવાવની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “ભારતમાં ત્રણ સ્વદેશી સહિત અનેક રસી પર કામ ચાલી રહ્યું છે. પરંતુ કોઈપણ રસી માટે સુરક્ષિત હોવાનું સૌથી મહત્ત્વનું છે. રસી બનાવવામાં હજુ કેટલાક મહિના લાગશે. પરંતુ બધું બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જશે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion