શોધખોળ કરો
Advertisement
દેશના આ જાણીતા રાજ્યમાં કોવિડ-19 હોટસ્પોટની સંખ્યા થઈ 1,000ને પાર, જાણો વિગતે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ વખત કન્ટેનમેન્ટ ઝોનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હૈદરાબાદઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત દેશના પાંચ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન તેંલગાણામાં કોરોનાનો કહેર વધવાની સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ 1000ને પાર કરી ગઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ વખત કન્ટેનમેન્ટ ઝોનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેબૂબનગર અને રંગારેડ્ડી જિલ્લા ટોપ પર છે. મહેબૂબનગર જિલ્લામાં 194, રંગારેડ્ડી જિલ્લામાં 163 અને ગ્રેટર હૈદરાબાદમાં 92 કન્ટેનમેન્ટ ઝોન છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારમિનાર ઝોનમાં સૌથી વધારે 33, સિકંદરાબાદમાં 23, ખૈરતાબાદમાં 14, સેરલિંગામપેલીમાં 10, કુકતાપેલીમાં 9 અને એલબી નગરમાં 5 ઝોન છે. સાંગારેડ્ડી જિલ્લામાં 82 કન્ટેનમેન્ટ ઝોન છે, જેમાંથી મોટાભાગના શહેરી વિસ્તારોમાં છે. કરીમનગર જિલ્લામાં 57, નિઝામાબાદ જિલ્લામાં 12, વારંગલ અર્બન ડિસ્ટ્રીક્ટમાં 28 કન્ટેનમેન્ટ ઝોન છે.
અદિલાબાદ જિલ્લામાં 16, જગતાયલમાં 52, જોગુલાંબા ગડવાલમાં 46, કામારેડ્ડીમાં 15, મહબૂબાબાદમાં 36, મેડકમાં 26, માંચેરિયલમાં 40, વાનાપાર્થીમાં 44, પેડાપલ્લીમાં 25, રાજના સિરકિલામાં 52 કન્ટેનમેન્ટ ઝોન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion