શોધખોળ કરો
કોરોના વાયરસને લઈ મોટા સમાચાર, સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થઈ જવાનો વૈજ્ઞાનિકોનો દાવો, જાણો વિગત
આગામી 15 દિવસની અંદર માણસો પર કોરોના વાયરસની રસીનું પરીક્ષણ થશે.

શિકાગોઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16 લાખને પાર ગઈ કરી છે, જ્યારે એક લાખથી વધારે લોકો મોતને ભેટ્યા છે. વિદેશના ઘણા વૈજ્ઞાનિકો લાંબા સમયથી કોવિડ-19ની રસી પર કામ કરી રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વેક્સીનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટના દાવા મુજબ, તેમની ટીમ ટૂંક સમયમાં કોરોના વાયરસની રસી તૈયાર કરી લેશે. આગામી 15 દિવસની અંદર માણસો પર કોરોના વાયરસની રસીનું પરીક્ષણ થશે. જો પરીક્ષણના સારા પરિણામ સામે આવશે તો સરકાર નિશ્ચિત રીતે તેના માટે ફંડ જાહેર કરશે તેવા પણ અમને સંકેત મળ્યા છે. પ્રોફેસર સારાહે જણાવ્યું કે, રસી સફળ થવાની ઘણી વધારે શક્યતા છે. જેને લઈ જલદી સેફ્ટી ટ્રાયલ પણ શરૂ કરાશે. લોકડાઉનના કારણે સેફ્ટી ટ્રાયલ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જે વિસ્તારમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યાં પરિણામ ઝડપી અને સચોટ મળવાની આશા છે.
વધુ વાંચો





















