શોધખોળ કરો
Advertisement
Coronavirus: પુણેમાં ઓક્સફોર્ડ વેક્સીનનાં હ્યુમન ટ્રાયલનો બીજો તબક્કો આજથી શરૂ...
બ્રિટનમાં પ્રથમ બે તબક્કાનું ટ્રાલયના શરૂઆતના પરિણામ ઉત્સાહજનક સાબિત થયા છે.
નવી દિલ્હીઃ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ વેક્સીનના બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, બીજા તબક્કાનું ટ્રાયલ ભારતીય વિદ્યાપીઠ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થવા જઈ રહ્યું છે. ટ્રાયલમાં 18 વર્ષથી વધારે ઉંમરના 1600 વોલન્ટિયર સામેલ થવાની આશા છે. આ દરમિયાન સ્વસ્થ વોલન્ટિયર પર કોવિશિલ્ડની સુરક્ષા અને ઇમ્યુનિટીને લઈને અધ્યયન કરવામાં આવશે.
SIIના નિયામક કેસના એડિશનલ ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે કહ્યું કે, “અમે ભારતના લોકો માટે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત વિશ્વસ્તરીય કોવિડ 19 રસી બનાવવા જઈ રહ્યા છીએ. અમને સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી તમામ મંજૂરી મળી ગઈ છે. અમે ભારતીય વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઓગસ્ટથી હ્યુમન ટ્રાયલની શરૂઆત કરી છે.
બીજા તબક્કાનું થઈ રહ્યું છે હ્યુમન ટ્રાયલ
ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ 3 ઓગસ્ટથી સીરમને દેશમાં કોવિડ 19 વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. વિશ્વની જાણીતી ડ્રગ્સ બનાવતી કંપની સીરમે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકા સાથે ભાગીદારમાં વિકસિત રસીના પ્રોડક્શન માટે કરાર કર્યા છે. કહેવાય છે કે, બ્રિટનમાં પ્રથમ બે તબક્કાનું ટ્રાલયના શરૂઆતના પરિણામ ઉત્સાહજનક સાબિત થયા છે. પાંચ જગ્યા પર કરવામાં આવેલ ટ્રાયલમાં રસીએ સુરક્ષા અને એન્ટીબોડી વિકસિત થાય છે. તમને જણાવીએ કે, ભારતમાં કોવિશિલ્ડનું ટ્રાયલ 17 પસંદગીની જગ્યા પર પૂરું કરવામાં આવશે. જેમાં એઈમ્સ દિલ્હી, પટાના રિમ્સ, એમ્સ જોધપુર, વિશાખાપટ્ટનમમાં આંધ્ર મેડિકલ કોલેજ અને ગોરખપુરમાં નેહરૂ હોસ્પિટલ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion