શોધખોળ કરો
ઉત્તરપ્રદેશના કયા દિગ્ગજ નેતા થયા કોરોનાથી સંક્રમિત, પત્નીનો પણ આવ્યો પોઝિટિવ રિપોર્ટ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પત્ની સાધના ગુપ્તા કોરોનાથી સંક્રમિત થયા છે.
![ઉત્તરપ્રદેશના કયા દિગ્ગજ નેતા થયા કોરોનાથી સંક્રમિત, પત્નીનો પણ આવ્યો પોઝિટિવ રિપોર્ટ Coronavirus: Samajwadi Party leader Mulayam Singh Yadav has tested positive for Covid 19 ઉત્તરપ્રદેશના કયા દિગ્ગજ નેતા થયા કોરોનાથી સંક્રમિત, પત્નીનો પણ આવ્યો પોઝિટિવ રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/15033957/mulayam.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પત્ની સાધના ગુપ્તા કોરોનાથી સંક્રમિત થયા છે. મુલાયમ સિંહને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જે બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્ની સાધાના ગુપ્તાનો રિપોર્ટ કરાવતાં તે પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું.
મુલાયમ સિંહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમન સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું છે કે, મુલાયમ સિંહ યાદવમાં કોરોનાના કોઈ લક્ષણ નથી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નાવા 63,509 કેસ અને 730 લોકોના મોત થયા છે. આ સાથે કોરાના સંક્રમિતોની સંખ્યા 62,39,509 પર પહોંચી છે. જેમાંથી 8,26,876 એક્ટિવ કેસ છે અને 63,01,928 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1,10,586 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)