શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે જમ્મુના ઉધમપુર જિલ્લામાં કલમ 144 લાગૂ, હોટલોને બંધ કરવાના આદેશ
કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે જમ્મુના ઉધમપુર જિલ્લામાં પ્રશાસને કલમ 144 લાગૂ કરી દીધી છે.
જમ્મુ: કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે જમ્મુના ઉધમપુર જિલ્લામાં પ્રશાસને કલમ 144 લાગૂ કરી દીધી છે. આ સાથે જ પ્રશાસને પ્રસિદ્ધ હિલ સ્ટેશન પટનીટોપના તમામ હોટલ 31 માર્ચ સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. પ્રશાસને આ પહેલા જમ્મુ,કઠુઆ,કિશ્તવાડ, રામબન,રિયાસી,પુંછ અને રાજૌરી જિલ્લામાં પણ કલમ 144 લગવી ચૂક્યું છે.
ઉધમપુરના ડીએમ ડૉ પીયૂષ સિંઘલાએ સોમવારે જાહેર કરેલા આદેશમાં કહ્યું કે ઉધમપુરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. આ આદેશમાં ડીએમ એ પણ કહ્યું કે પ્રસિદ્ધ હિલ સ્ટેશન પટનીટોપ વિસ્તારમાં પટનીટોપ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવતી તમામ હોટલ તાત્કાલિક પ્રભાવથી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવે.
ડીએમ ડૉ પીયૂષ સિંઘલાએ પટનીટોપ ડેવલપમેન્ટ ઓથોરિટીને કહ્યું કે આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરે. આ આદેશમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પટનીટોપ હોટલમાં આવીને રોકોતા મુસાફરી હિલ સ્ટેશન ફરવા આવેલા અન્ય યાત્રીઓને કોરોના વાયરસથી સંક્રમિત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion